ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રનો વિકાસ

प्रविष्टि तिथि: 10 DEC 2024 11:10AM by PIB Ahmedabad

ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ના કુલ પ્રવાહની વિગતો નીચે મુજબ છેઃ

વર્ષ

FDI (મિલિયન અમેરિકન ડોલરમાં)

2019-20

904.7

2020-21

393.41

2021-22

709.72

2022-23

895.34

2023-24

608.31

 

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય (એમઓએફપીઆઈ) પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (પીએમકેએસવાય) હેઠળ એક ઘટક યોજના મેગા ફૂડ પાર્ક (એમએફપી) યોજના અમલમાં મૂકી રહ્યું છે, જેનો ઉદ્દેશ ફાર્મથી બજાર સુધીની મૂલ્ય શ્રુંખલામાં ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર માટે આધુનિક માળખું ઊભું કરવાનો છે. એમએફપી યોજના સરકારે 01.04.2021થી બંધ કરી દીધી છે, જેમાં ચાલુ પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધ જવાબદારીઓની જોગવાઈ છે.

એમએફપી યોજના હેઠળ દેશમાં વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત ફૂડ પાર્ક્સની સંખ્યાની વિગતો પરિશિષ્ટમાં આપવામાં આવી છે.

આ માહિતી કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી રવનીત સિંહ ભીત્તુએ રાજ્યસભાને એક લેખિત જવાબમાં આપી હતી.

 

*****

પરિશિષ્ટ

 

"ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રના વિકાસ" પર 6.12.2024ના રોજ જવાબ માટે રાજ્યસભાનાં અતારાંકિત પ્રશ્ન નંબર 1355નાં સંબંધમાં પરિશિષ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પીએમકેએસવાયની એમએફપી યોજના હેઠળ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સની રાજ્યવાર સંખ્યા

 

ક્રમ

રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશો

મંજૂર થયેલા પ્રોજેક્ટ્સની સંખ્યા

1

આંધ્ર પ્રદેશ

3

2

અરુણાચલ પ્રદેશ

1

3

આસામ

1

4

બિહાર

2

5

છત્તીસગઢ

1

6

ગુજરાત

2

7

હરિયાણા

2

8

હિમાચલ પ્રદેશ

1

9

જમ્મુ અને કાશ્મીર

1

10

કર્ણાટક

2

11

કેરળ

2

12

મધ્ય પ્રદેશ

2

13

મહારાષ્ટ્ર

3

14

મણિપુર

1

15

મેઘાલય

1

16

મિઝોરમ

1

17

નાગાલેન્ડ

1

18

ઓડિશા

2

19

પંજાબ

3

20

રાજસ્થાન

2

21

તમિલનાડુ

1

22

તેલંગાણા

2

23

ત્રિપુરા

1

24

ઉત્તરાખંડ

2

25

પશ્ચિમ બંગાળ

1

 

કુલ

41

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2094637) आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Tamil