ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકરિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદથી મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર 'ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન - ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ' (FTI- TTP)નું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ FTI-TTP એ 'વિકસિત ભારત' @2047 પહેલ હેઠળ એક મહત્વપૂર્ણ પગલું છે, જેનો હેતુ પ્રવાસીઓને વિશ્વસ્તરીય ઇમિગ્રેશન સુવિધાઓ પૂરી પાડવા માટે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ અને સુરક્ષિત થઈ શકે
શરૂઆતમાં આ સુવિધા ભારતીય નાગરિકો અને OCI કાર્ડધારકો માટે નિઃશુલ્ક શરૂ કરવામાં આવી છે
FTI-TTP દેશભરના 21 મુખ્ય એરપોર્ટ પર લાગુ કરવામાં આવશે
Posted On:
15 JAN 2025 12:48PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 16 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદથી મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર 'ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન - ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ' (FTI- TTP)નું ઉદ્ઘાટન કરશે. ગૃહમંત્રીએ આ પહેલાં 22 જૂન, 2024ના રોજ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ના ટર્મિનલ-3થી 'ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન - ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ'નો શુભારંભ કર્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 'ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન - ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ' એ 'વિકસિત ભારત'@2047 વિઝન હેઠળ એક મહત્વપૂર્ણ પહેલ છે. જેનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને વિશ્વસ્તરીય ઇમિગ્રેશન સુવિધાઓ પૂરી પાડવાનો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય યાત્રા સરળ અને સુરક્ષિત થઈ શકે. શરૂઆતમાં આ સુવિધા ભારતીય નાગરિકો અને OCI કાર્ડધારકો માટે નિઃશુલ્ક શરૂ કરવામાં આવી છે.
FTI-TTP એક ઓનલાઈન પોર્ટલ https://ftittp.mha.gov.in દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નોંધણી કરાવવા માટે, અરજદારોએ તેમની વિગતો ભરીને અને પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઈન નોંધણી પૂર્ણ કરવી પડશે. નોંધાયેલા અરજદારોનો બાયોમેટ્રિક ડેટા ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) પર અથવા એરપોર્ટ પરથી પસાર થતી વખતે કેપ્ચર કરવામાં આવશે.
નોંધાયેલા મુસાફરોએ ઈ-ગેટ પર એરલાઈન દ્વારા જારી કરાયેલ બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે, ત્યારબાદ તેમનો પાસપોર્ટ સ્કેન કરવાનો રહેશે. આગમન અને પ્રસ્થાન બંને સ્થાનો પર, મુસાફરના બાયોમેટ્રિક્સ ઈ-ગેટ પર પ્રમાણિત કરવામાં આવશે. એકવાર આ પ્રમાણીકરણ સફળ થઈ જાય, પછી ઈ-ગેટ આપમેળે ખુલશે અને ઈમિગ્રેશન ક્લિયરન્સ મંજૂર માનવામાં આવશે.
FTI-TTP દેશભરના 21 મુખ્ય એરપોર્ટ પર લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં દિલ્હી ઉપરાંત આ સુવિધા સાત મુખ્ય એરપોર્ટ - મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ પર શરૂ કરવામાં આવી રહી છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2093032)
Visitor Counter : 57