પ્રવાસન મંત્રાલય
azadi ka amrit mahotsav

પર્યટન મંત્રાલયે મહાકુંભ 2025ને વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પહેલોનું અનાવરણ કર્યું


મહાકુંભમાં આગંતુકોના અનુભવને વધારવા માટે વૈભવી અતુલ્ય ભારત મંડપ અને સમર્પિત ઇન્ફોલાઇનની સુવિધા

આગંતુકો માટે લક્ઝરી આવાસ, ટૂર પેકેજ અને સારી કનેક્ટિવિટીની સુવિધા

મહાકુંભ અંતર્ગત હવાઈ સંપર્ક વધારવા માટે પ્રવાસન મંત્રાલયની એર પાર્ટનર્સ સાથે ભાગીદરી

મહાકુંભની ભવ્યતાને વિશેષ ફોટોશૂટ અને વીડિયોની સાથે કેપ્ચર કરવા માટે સુવિધા

Posted On: 12 JAN 2025 10:02AM by PIB Ahmedabad

ભારત સરકારનું પર્યટન મંત્રાલય મહાકુંભ 2025ને માત્ર આધ્યાત્મિક મેળાવડા માટે નહીં પરંતુ વૈશ્વિક પર્યટન માટે પણ એક ઐતિહાસિક આયોજન બનાવવા માટે તૈયાર છે. મહત્ત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવા માટે મંત્રાલય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કેટલીક પહેલો હાથ ધરી રહ્યું છે. મહાકુંભ વિશ્વનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સમુદાય છે, જે દર 12 વર્ષે ભારતમાં ચારમાંથી એક સ્થળે યોજાય છે. મહાકુંભ-2025, જે પૂર્ણ કુંભ પણ કહેવાય છે, તે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાવા જઈ રહ્યો છે. દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને યાત્રાળુઓને આકર્ષશે એવી અપેક્ષા ધરાવતી મેગા ઇવેન્ટ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક વિરાસત અને પ્રવાસન ક્ષેત્રની સંભવિતતાને પ્રદર્શિત કરવાની વિશિષ્ટ તક પ્રદાન કરે છે.

પ્રવાસન મંત્રાલય દ્વારા મહાકુંભમાં 5000 ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં ઇન્ક્રેડિબલ ઇન્ડિયા પેવેલિયન બનાવવામાં આવી રહ્યું છે, જે વિદેશી પ્રવાસીઓ, વિદ્વાનો, સંશોધકો, ફોટોગ્રાફર્સ, પત્રકારો, પ્રવાસી સમુદાય, ભારતીય પ્રવાસીઓ વગેરેને સુવિધા પ્રદાન કરશે. પેવેલિયન મુલાકાતીઓને એક અનોખો અનુભવ પ્રદાન કરશે, જેમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને કુંભમેળાનાં મહત્ત્વને પ્રદર્શિત કરવામાં આવશે. પેવેલિયનમાં દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ પોલ પણ હશે, જેમાં મુલાકાતીઓ ભારતમાં તેમના મનપસંદ પર્યટન સ્થળો માટે મતદાન કરી શકશે.

મહાકુંભમાં ભાગ લેનારા વિદેશી પ્રવાસીઓ, પ્રભાવશાળી વ્યક્તિઓ, પત્રકારો અને ફોટોગ્રાફરોની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પર્યટન મંત્રાલયે એક સમર્પિત ટોલ-ફ્રી ટૂરિસ્ટ ઇન્ફોલાઇન (1800111363 અથવા 1363)ની સુવિધા ઊભી કરી છે. અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ટોલ ફ્રી ઇન્ફોલાઇન હવે દસ (10) આંતરરાષ્ટ્રીય ભાષાઓ અને તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી, આસામી અને મરાઠી સહિતની ભારતીય સ્થાનિક ભાષાઓમાં પણ કામ કરી રહી છે. સેવા આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે અનુભવને સરળ અને આનંદદાયક બનાવવા માટે સહાય, માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરશે.

મંત્રાલયે આગામી મહાકુંભ-2025 વિશે ચર્ચા જગાવવા માટે એક મોટું સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે. લોકોને ઇવેન્ટમાંથી તેમના અનુભવો અને ક્ષણો શેર કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે #Mahakumbh2025 અને #SpiritualPrayagraj જેવા વિશેષ હેશટેગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા સ્પર્ધાઓ, આઇટીડીસી, યુપી ટૂરિઝમ અને અન્ય સંસ્થાઓ સાથેની સહયોગી પોસ્ટ, કાર્યક્રમની દૃશ્યતાને વધારશે અને લોકોને આધ્યાત્મિક ઉત્સવને નિહાળવા આમંત્રણ આપશે.

પર્યટન મંત્રાલયે ઉત્તર પ્રદેશ સ્ટેટ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (યુપીએસટીડીસી), આઇઆરસીટીસી અને આઇટીડીસી જેવા મુખ્ય પ્રવાસન હિતધારકો સાથે મળીને અનેક પ્રકારના ક્યુરેટેડ ટૂર પેકેજીસ અને લક્ઝરી આવાસના વિકલ્પો પ્રદાન કરશે. આઇટીડીસીએ પ્રયાગરાજના ટેન્ટ સિટીમાં 80 લક્ઝરી આવાસ બનાવ્યા છે, જ્યારે આઇઆરસીટીસી યાત્રાળુઓ અને પ્રવાસીઓના ધસારાને સમાવવા માટે લક્ઝરી ટેન્ટ પણ પ્રદાન કરી રહ્યું છે. પેકેજ ડિજિટલ બ્રોશરમાં ઉપલબ્ધ થશે, જેને વધુને વધુ પ્રચાર માટે ભારતીય મિશનો અને ઇન્ડિયા ટૂરિઝમ ઓફિસોમાં વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવ્યા છે.

મહાકુંભમાં ભાગ લેનારા પ્રવાસીઓ માટે અવિરત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પ્રવાસન મંત્રાલયે ભારતભરના અનેક શહેરોમાંથી પ્રયાગરાજ સાથે હવાઈ જોડાણને વધારવા માટે એલાયન્સ એર સાથે ભાગીદારી કરી છે. તેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ સહેલાઈથી પહોંચી શકશે, જેથી તેઓ કાર્યક્રમમાં સરળતા અને અનુકૂળતા સાથે પહોંચી શકશે.

દુર્લભ અવસરનો લાભ લેવા માટે પર્યટન મંત્રાલય મહાકુંભની ભવ્યતા અને આધ્યાત્મિક સારને કેપ્ચર કરવા માટે મોટા પાયે ફોટોશૂટ અને વીડિયોગ્રાફી પ્રોજેક્ટ હાથ ધરશે. વિઝ્યુઅલ્સને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે વહેંચવામાં આવશે, જેમાં મહાકુંભની ભવ્યતા પ્રદર્શિત કરવામાં આવશે તથા એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થળ તરીકે પ્રયાગરાજની પ્રવાસન ક્ષમતા પર પ્રકાશ પાડવામાં આવશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2092204) Visitor Counter : 55