યુવા બાબતો અને રમત મંત્રાલય
ગતિશીલ ચર્ચાઓ, રચનાત્મક સ્પર્ધાઓ અને પ્રેરણાદાયી સત્રો સાથે શરૂ થયો વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025
યુવા બાબતોનાં સચિવે વિકસિત ભારત સંવાદમાં યુવા સશક્તીકરણ અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત વિશે વાત કરી
ભારત મંડપમ ખાતે 3,000થી વધુ યુવા નેતાઓ થીમ આધારિત ચર્ચાઓ અને સર્જનાત્મક સ્પર્ધાઓમાં સામેલ
Posted On:
10 JAN 2025 6:53PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં યુવા બાબતોના વિભાગે 10 જાન્યુઆરી, 2025ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગની સફળતાપૂર્વક શરૂઆત કરી હતી. યુવા નેતૃત્વની ઉજવણીની આસપાસ કેન્દ્રિત રાષ્ટ્રીય યુવા મહોત્સવની પુનઃકલ્પના હેઠળની આ ઇવેન્ટનો આજે સફળતાપૂર્વક પ્રારંભ થયો હતો. જે એક પરિવર્તનકારી પ્લેટફોર્મની શરૂઆત હતી. જેણે દેશભરમાંથી યુવા નેતાઓને વિષયગત ચર્ચાઓ, રચનાત્મક સ્પર્ધાઓ અને અનુભવોને સમૃદ્ધ બનાવવા માટે એકસાથે લાવ્યા હતા. જે તમામ બાબતો વિકસિત ભારતના વિઝન પર કેન્દ્રિત હતી. દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા સહભાગીઓની પસંદગી 30,00,000થી વધુ સહભાગીઓને સાંકળતી સખત પસંદગી પ્રક્રિયા પછી કરવામાં આવી હતી.
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025ની શરૂઆત એક પ્રેરણાદાયી ઓરિએન્ટેશન સેશન સાથે થઈ હતી. જેણે ત્રણ દિવસીય કાર્યક્રમ માટે એક શક્તિશાળી સૂર સ્થાપિત કર્યો હતો. આ અધિવેશનમાં દેશભરનાં 3,000થી વધારે ઉત્સાહી યુવા નેતાઓએ ભાગ લીધો હતો, જેમાં સચિવ (યુવા બાબતો) શ્રીમતી મીતા રાજીવલોચનનું પ્રેરક સંબોધન હતું. તેમના સંબોધને સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ભારતના ભવિષ્યને ઘડવામાં તેઓ જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે જવાબદારી અને ઉત્સાહની ભાવના જાગી હતી.
દિવસભર વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ ચાલી હતી. તેને અનુસરીને સ્પર્ધકોએ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક અને વિષયગત પ્રસ્તુતિઓમાં ભાગ લીધો હતો, જેમાં દસ મુખ્ય વિષયો પર વિકસિત ભારતનું મહત્ત્વનું હતું.
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025ની બપોર રચનાત્મક સ્પર્ધાઓની જીવંત શ્રેણીથી ભરેલી હતી. જેણે સહભાગીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની અને વિકસિત ભારત માટે તેમના દ્રષ્ટિકોણને વ્યક્ત કરવાની તક પૂરી પાડી હતી. 'વિકસિત ભારત' થીમ પર ચિત્રકામ, વાર્તા લેખન, સંગીત, નૃત્ય, શિષ્ટાચાર અને કવિતાની સ્પર્ધાઓએ યુવા નેતાઓને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના વિચારો અને આકાંક્ષાઓને સર્જનાત્મક રીતે રજૂ કરવાની તક આપી હતી.
વિકસિત ભારત પ્રદર્શનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રાલયોની યુવા-કેન્દ્રિત પહેલો દર્શાવવામાં આવી હતી. જે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને સંસ્કૃતિમાં પારસ્પરિક અનુભવ પ્રદાન કરે છે. ઉપરાંત વિવિધ રાજ્યોમાંથી પસંદ કરાયેલા યુવા પ્રતિનિધિઓએ તેમના અભૂતપૂર્વ ઇનોવેશન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમો પછી ઉપસ્થિત લોકોએ ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને શાસનને સમર્પિત સીમાચિહ્નરૂપ પ્રધાનમંત્રી સંગ્રાહલયના પ્રવાસની શરૂઆત પણ કરી હતી, જે તેમને દેશની નેતૃત્વ યાત્રાની ઊંડી સમજ પૂરી પાડે છે.
આ દિવસને અંતે સહભાગીઓ માટે કેન્દ્રીય મંત્રીઓ અને સંસદસભ્યો દ્વારા આયોજિત એક અનૌપચારિક નેટવર્કિંગ ડિનરમાં જોડાવાની અનન્ય તક મળી હતી. આ અનૌપચારિક મેળાવડાએ યુવાનો અને મુખ્ય નીતિઘડવૈયાઓ વચ્ચે સીધો સંવાદ સુલભ કર્યો હતો, જેણે તેમને વિકસિત ભારતમાં મોટું પ્રદાન કરવા પ્રેરણા આપી હતી.
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025 ભારતને વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દોરી જતા નેતાઓ, ચિંતકો અને સંશોધકોની આગામી પેઢીને પોષવામાં એક સીમાચિહ્નરૂપ ઘટના સાબિત થઈ હતી.
11 જાન્યુઆરી 2025ના રોજ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં શું છેઅપેક્ષાઓ
વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ 2025ના બીજા દિવસની શરૂઆત કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસેની સાથે મંત્રાલયના અન્ય મહાનુભાવોના નેતૃત્વમાં થશે. પૂર્ણ સત્રમાં શ્રી આનંદ મહિન્દ્રા જેવા વિશિષ્ટ વ્યક્તિત્વ પણ ઉપસ્થિત રહેશે.જે આ આયોજનને વધુ સુયોજિત કરશે. આ પછી, સહભાગીઓ શ્રી સચિન બંસલ, શ્રી પ્રત્યુષ કુમાર, શ્રી રોમેલો રામ, શ્રી રોની સ્ક્રૂવાલા, શ્રી ઓ.પી.ચૌધરી, ડો. સરિતા અહલાવત, શ્રી રિતેશ અગ્રવાલ, શ્રી બાઇચુંગ ભુટિયા, શ્રી સુહૈલ નારાયણ, શ્રી પવન ગોએન્કા, શ્રી અનિકેત દેબ, શ્રી અમિતાભ કાંત, શ્રી ડો. એસ. સોમનાથ, સુશ્રી ચાવિ રાજાવત, સુશ્રી કલ્પના સરોજ, શ્રી આનંદ કુમાર, શ્રી મલ્હાર કલામબે, સુશ્રી પાલકી શર્મા, સુશ્રી જ્હાન્વી સિંહ અને શ્રી જોન્ટી રોડ્સ જેવા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન હેઠળ 10 મુખ્ય વિષયો પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવશે. આ સાંજનું સમાપન અદભૂત "વિકસિત ભારતના રંગો" કલ્ચરલ શો સાથે થશે, જેમાં પરંપરાગત અને આધુનિક કાર્યક્રમોના સમન્વય દ્વારા ભારતના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવામાં આવશે, જે દેશની એકતા, વિવિધતા અને પ્રગતિનું પ્રતીક છે.
AP/IJ/GP/JD
(Release ID: 2091969)
Visitor Counter : 28