ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
ઇન્ડસફૂડ 2025
ભારતની ખાદ્ય અર્થવ્યવસ્થાનું વૈશ્વિક પ્રદર્શન
Posted On:
08 JAN 2025 6:39PM by PIB Ahmedabad
પરિચય
વર્ષ 2017માં કાર્યક્રમની શરૂઆતથી જ ઇન્ડસફૂડ ભારતની ગતિશીલ ખાદ્ય અર્થવ્યવસ્થાને પ્રદર્શિત કરતું મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. જ્યારે વૈશ્વિક વ્યવસાયોને દેશના વિસ્તરતા ખાદ્ય અને પેય ક્ષેત્ર સાથે જોડે છે. એશિયાનો પ્રીમિયર ફૂડ એન્ડ બેવરેજીસ (એફએન્ડબી) ટ્રેડ શો ઇન્ડસફૂડની 8મી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રી ચિરાગ પાસવાને તારીખ 8 જાન્યુઆરી, 2025ના રોજ ગ્રેટર નોઇડા, ગૌતમ બુદ્ધ નગરમાં ઇન્ડિયા એક્ઝિબિશન માર્ટ લિમિટેડમાં કર્યું હતું. આ કાર્યક્રમ તારીખ 10 જાન્યુઆરી સુધી ચાલવાનો છે.
વાણિજ્ય વિભાગના સહયોગથી ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (TPCI) દ્વારા આયોજિત આ કાર્યક્રમ સતત વિકસિત થઈ રહ્યો છે. જે ભારતના એફએન્ડબી ઉદ્યોગના વિકાસને પ્રતિબિંબિત કરે છે. 2024માં તેણે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પ્રદર્શકોનું સ્વાગત કર્યું હતું, જે ખરેખર વૈશ્વિક વેપાર મેળા તરીકે તેના વધતા કદનો સંકેત આપે છે. આ વર્ષે ઇન્ડસફૂડ 2025 વધુ એક સીમાચિહ્નરૂપ છે. જે સંકલિત ફાર્મ-ટુ-ફોર્ક ટ્રેડ શોમાં પરિવર્તિત થયું છે, જે સાતત્યપૂર્ણ અને વ્યાપક ખાદ્ય પ્રણાલીઓ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
આ ઉત્ક્રાંતિ વૈશ્વિક ખાદ્ય પરિદ્રશ્યમાં ભારતની વધતી જતી મહત્તાને પ્રતિબિંબિત કરે છે. જેણે ઇન્ડસફૂડને રાષ્ટ્રની શક્યતાઓ પ્રદર્શિત કરવા માટેના મુખ્ય મંચ તરીકે સ્થાન આપ્યું છે. 15 એગ્રોક્લાઇમેટ ઝોન સાથે ભારત વિવિધ પ્રકારના કૃષિ પાકોનું ઉત્પાદન કરવા સક્ષમ છે. પ્રગતિશીલ સરકારી નીતિઓ, એક મજબૂત કૃષિ સંસાધન આધાર, ઝડપથી વિકસી રહેલા પ્રોસેસ્ડ ફૂડ સેક્ટર અને તેજીથી આગળ વધી રહેલા ઉપભોક્તા બજારને કારણે ભારત તકોના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે. વૈશ્વિક ખાદ્ય ઉદ્યોગના ભાવિ પાછળના ચાલક બળ તરીકે, દેશ આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણ માટે અપાર સંભાવનાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખે છે. ઇન્ડસફૂડ વૈશ્વિક બજારોને જોડવા અને ભારતના વિકસતા ખાદ્ય અર્થતંત્રમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઈન્ડસફૂડ 2025ની મુખ્ય હાઈલાઈટ્સ
ઇન્ડસફૂડ 2025માં 20થી વધુ દેશોના 1,800 પ્રદર્શકો ભાગ લેશે. જેમાં 80,000 ચોરસ મીટરથી વધુની વિશાળ પ્રદર્શન જગ્યા હશે. આ ઇવેન્ટ 180થી વધુ દેશોમાંથી 5,000થી વધારે આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને 100થી વધારે સુપરમાર્કેટ ચેઇન્સ અને ઇ-રિટેલર્સ સામેલ થશે એવી અપેક્ષા છે. જે તેને વૈશ્વિક વ્યાવસાયિક જોડાણો માટેનું મુખ્ય પ્લેટફોર્મ બનાવશે. આ આવૃત્તિ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ બનશે કારણ કે ઇન્ડસફૂડ એક સંકલિત ફાર્મ-ટુ-ફોર્ક ટ્રેડ શો તરીકે પદાર્પણ કરે છે.
2025ની આવૃત્તિમાં દિલ્હી એનસીઆરના વ્યાવસાયિકોની સાથે 35 આંતરરાષ્ટ્રીય શેફ અને 100 ભારતીય પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. વૈવિધ્યસભર આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સાથે, આ શો ભારતીય ખાદ્ય કંપનીઓને માત્ર ભારતીય ડાયસ્પોરાથી આગળ તેમની પહોંચ વધારવા અને વૈશ્વિક બજારોમાં સ્થાનિક વસ્તીનો લાભ લેવા માટે એક અનન્ય તક પૂરી પાડે છે.
ઈન્ડસફૂડ 2025માં કાર્યક્રમો
ઈન્ડસફૂડનો વિકાસ
ઇન્ડસફૂડે શરૂઆતથી જ સ્તર અને અસર બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઇ છે. જે પ્રદર્શકો અને ખરીદદારો માટે સમાનરૂપે તેની અપાર મૂલ્ય દરખાસ્ત પર ભાર મૂકે છે. આ ઇવેન્ટની શરૂઆત 2017માં ભારતીય ખાદ્ય અને પેય ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવા માટેના કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે થઈ હતી. 2018માં, ઇન્ડસફૂડની બીજી આવૃત્તિમાં માત્ર 320 પ્રદર્શકો આવ્યા હતા. વર્ષ 2025 સુધીમાં આ આયોજનનો ઝડપથી વિકાસ થયો છે, જેમાં 1,800થી વધારે પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. તેમજ પ્રભાવશાળી વિસ્તરણનું પ્રદર્શન કરી રહ્યા છે. જે ભારતના ફૂડ અને બેવરેજીસ ઉદ્યોગની ગતિશીલ વિકાસને રજૂ કરે છે.
આ વિકાસ પથ સાર્થક વ્યાવસાયિક જોડાણોને પ્રોત્સાહન આપવા અને ઓન-ધ-સ્પોટ બિઝનેસ સોદાઓને સરળ બનાવવા માટે ઇન્ડસફૂડના સમર્પણનો પુરાવો છે. આ પ્રકારના પ્રયાસોએ ભારતની ફૂડ અને બેવરેજીસની નિકાસને વેગ આપવામાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી છે. જેમાં ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નેટવર્કિંગ, સહયોગ અને વેપાર માટે એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરીને ઇન્ડસફૂડે વૈશ્વિક બજારોમાં ભારતની દૃશ્યતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.
ઈન્ડસફૂડ 2025માં સમવર્તી શોઝ
ઇન્ડસફૂડની 8મી આવૃત્તિ ઉપરાંત, ટીપીસીઆઈ તારીખ 8 થી 10 જાન્યુઆરી, 2025 દરમિયાન ઇન્ડિયા એક્સ્પો માર્ટ, ગ્રેટર નોઇડા ખાતે બે મુખ્ય સમવર્તી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. તેમાં ઇન્ડસફૂડ મેન્યુફેક્ચરિંગની ચોથી આવૃત્તિ અને ઇન્ડસફૂડ એગ્રિટેકની ઉદઘાટન આવૃત્તિનો સમાવેશ થાય છે, જે બંને તારીખ 9 થી 11 જાન્યુઆરી, 2025 દરમિયાન યશોભૂમિ દ્વારકા, નવી દિલ્હી ખાતે યોજાશે.
ઇન્ડસફૂડ ઉત્પાદન
ઇન્ડસફૂડ મેન્યુફેક્ચરિંગ એ ફૂડ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સના ભવિષ્યને સમર્પિત પ્રીમિયર ટ્રેડ શો છે. આ વૈશ્વિક કાર્યક્રમમાં એક જ છત નીચે ચાર ક્ષેત્રોને લગતા વિશિષ્ટ પ્રદર્શનો યોજાશે, જેમાં ફૂડ પ્રોસેસિંગ મશીનરી અને ટેકનોલોજી, પેકેજિંગ ટેકનોલોજી સોલ્યુશન્સ, ફૂડ ઇન્ગ્રેડિયન્ટ્સ અને હોસ્પિટાલિટી ઇક્વિપમેન્ટ એન્ડ ટેકનોલોજી સામેલ હશે, જેનો ઉદ્દેશ ખાદ્ય ઉત્પાદન પરિદ્રશ્યને આકાર આપવાનો છે.
ઇન્ડસફૂડ એગ્રીટેક
ઇન્ડસફૂડ એગ્રીટેક 2025 એક વૈશ્વિક બી2બી પ્રદર્શન છે, જે કૃષિ, જળચર ઉછેર, મત્સ્યઉદ્યોગ અને ડેરી ફાર્મિંગમાં નવીનતાઓને પ્રદર્શિત કરવા પર કેન્દ્રિત છે. આ ઇવેન્ટ અત્યાધુનિક પ્રગતિઓ, ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને કૃષિ ક્ષેત્રને વધુ નવીનતા, ઉત્પાદકતા અને સ્થિરતા તરફ દોરી જવા માટે બનાવવામાં આવી છે.
નિષ્કર્ષ
ઇન્ડસફૂડ 2025 ભારતના ખાદ્ય અને પેય ઉદ્યોગના વિકાસમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જે વૈશ્વિક બજારમાં રાષ્ટ્રની વિસ્તરતી શક્યતાઓને પ્રદર્શિત કરે છે. સંકલિત ફાર્મ-ટુ-ફોર્ક ટ્રેડ શો તરીકે, તે માત્ર ભારતની વૈવિધ્યસભર કૃષિ ક્ષમતાઓને જ પ્રકાશિત કરતું નથી, પરંતુ સતત ખાદ્ય પ્રણાલીઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે. પ્રદર્શકો, આંતરરાષ્ટ્રીય ખરીદદારો, શેફ અને ઔદ્યોગિક વ્યાવસાયિકોની ભાગીદારી સાથે આયોજનનું પ્રભાવશાળી સ્તર ભારતના ખાદ્ય અર્થતંત્રના વધતા પ્રભાવને દર્શાવે છે. ઇન્ડસફૂડ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસફૂડ એગ્રિટેક જેવા સમકાલીન શો સાથે આ ઇવેન્ટ વૈશ્વિક વ્યાવસાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને ખાદ્ય અને કૃષિ ક્ષેત્રોમાં નવીનતાને આગળ વધારવા માટે એક વિસ્તૃત પ્લેટફોર્મ તરીકેની તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. ઇન્ડસફૂડ એ ભારતને આંતરરાષ્ટ્રીય વેપાર માટેના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જે ખાદ્ય ઉદ્યોગમાં વૃદ્ધિ, જોડાણ અને રોકાણ માટે પુષ્કળ તકો પૂરી પાડે છે.
સંદર્ભો:
Indusfuod 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2091366)
Visitor Counter : 21