પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો.

Posted On: 11 DEC 2024 9:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

“ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ૐ શાંતિ 🙏”

AP/IJ/GP/JD


(Release ID: 2083528) Visitor Counter : 58