માહિતી અને પ્રસારણ મંત્રાલય
"હું મારી ફિલ્મના માધ્યમથી મારા રાષ્ટ્રની પ્રમાણિકતાને થયેલા નુકસાનને દર્શાવવા માંગતો હતો:" રસ્તિસ્લાવ બોરોસ, 'ધ સ્લગાર્ડ ક્લાન'ના ડિરેક્ટર
"સ્થાપના સાથે સુસંગત ન હોય તેવા વિચારો અને ફિલ્મોને ભંડોળ ઊભું કરવું મુશ્કેલ લાગે છે:" બેલ્કિસ બાયરક
"સ્વતંત્ર અને તટસ્થ સિનેમાને ભંડોળ મળતું નથી:" ફૈઝ અઝીઝખાની
#IFFIWood, 23 નવેમ્બર 2024
55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી રહેલી ફિલ્મ 'ધ સ્લગાર્ડ ક્લેન'ના દિગ્દર્શક રાસ્તિસ્લાવ બોરોસે જણાવ્યું કે, સ્લોવાકિયા, એક યુવા રાષ્ટ્ર, વધતી મૂડીવાદ અને ઉપભોક્તાવાદને કારણે તેની અધિકૃતતા ગુમાવી રહ્યું છે.
મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું, “હું મારા રાષ્ટ્રની આત્માને બતાવવા માંગતો હતો. તે ખૂબ જ યુવા રાષ્ટ્ર છે. તેને આઝાદી મળ્યે બહુ લાંબો સમય નથી થયો. હું ફિલ્મ દ્વારા કંઈક ઓથેન્ટિક બતાવવા માંગતો હતો. આથી, મેં વાસ્તવિકતા દર્શાવવાનું ન નક્કી કર્યું પરંતુ એક રૂપક રજૂ કરવાનું ઈચ્છયું. મારા દેશ માટે મારું એક સ્વપ્ન છે. દેશના યુવાનોની તમામ આકાંક્ષાઓ ઉપભોક્તાવાદ પર આધારિત છે.”
બેલ્કિસ બાયરાકે તેની ફિલ્મ 'ગુલિઝર' વિશે બોલતા જણાવ્યું કે, મૂવી બનાવતી વખતે કઈ રીતે ભંડોળ માટે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, “તે મોટે ભાગે પૂર્વગ્રહ હોય છે જે ફિલ્મ માટે ભંડોળ મેળવવાને અસર કરે છે. મેનસ્પ્લેઇંગ ઉદ્યોગમાંથી આવે છે, સાંસ્કૃતિક સંસ્થાઓમાંથી નહીં.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "જો તમે સમાજના કોઈપણ વર્ગનો વિરોધ કરતા વિચારો મૂકતા હોવ તો તેની સામે પડકારો હશે."
મનિજેહ હેકમત અને ફૈઝ અઝીઝખાની દ્વારા દિગ્દર્શિત 'ફિયર એન્ડ ટ્રીમ્બલિંગ' એક મહિલાની વાર્તા કહે છે જેની અતૂટ માન્યતા તેણીને એકલતા તરફ દોરી જાય છે, જેનાથી તે કૌટુંબિક અને સામાજિક સંબંધોથી દૂર થઈ જાય છે. આ આત્યંતિક દ્રઢ વિશ્વાસ તેના ગહન એકલતાનું મૂળ કારણ બની જાય છે. ફૈઝ અઝીઝખાનીએ જણાવ્યું કે ફિલ્મનું નામ જ આ ફિલ્મ બનાવવાનો અનુભવ સૂચવે છે.
પોતાના સમાપન ભાષણમાં, મૂવી માટે ફંડ જનરેશન વિશે બોલતા, અઝીઝખાનીએ કહ્યું કે જે સિનેમા સ્થાપનાને ટેકો આપે છે તેને ભંડોળ મળે છે, જો કે સ્વતંત્ર અને તટસ્થ સિનેમાને ભંડોળ મળતું નથી અને તેને મિત્રો, પરિવાર અને પોતાના સંસાધનો પર આધાર રાખવો પડે છે.
ત્રણ ફિલ્મો 'ધ સ્લગાર્ડ ક્લેન,' 'ગુલિઝર' અને 'ફિયર એન્ડ ટ્રેમ્બલિંગ'ના દિગ્દર્શકોએ આજે ગોવામાં આયોજિત 55મી IFFI અંતર્ગત એક પત્રકાર પરિષદને સંબોધી હતી. પ્રેસ કૉન્ફરન્સનું સંચાલન શ્રીયંકા ચેટર્જીએ કર્યું હતું
પ્રેસ કોન્ફરન્સ અહીં જોઈ શકાય છે:
AP/IJ/GP/.JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2076600)
Visitor Counter : 18