પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતીય આગમન સ્મારકની મુલાકાત લીધી

Posted On: 21 NOV 2024 10:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે ​​જ્યોર્જટાઉનમાં મોન્યુમેન્ટ ગાર્ડન્સ ખાતે ભારતીય આગમન સ્મારકની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુયાનાના પ્રધાનમંત્રી બ્રિગેડિયર (નિવૃત્ત) માર્ક ફિલિપ્સ પણ હતા. પ્રધાનમંત્રી દ્વારા આગમન સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરતાં તાસા ડ્રમ્સના એક સમૂહે તેમનું સ્વાગત કર્યું હતું. સ્મારક પર શ્રદ્ધાંજલિ આપતાં, પ્રધાનમંત્રીએ ભારતીય ડાયસ્પોરાના સંઘર્ષ અને બલિદાન અને ગુયાનામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા માટેના તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યાં હતા. તેમણે સ્મારક પર બીલીપત્રનો છોડ રોપ્યો હતો.

આ સ્મારક 1838માં ભારતથી ઇન્ડેન્ટર્ડ માઇગ્રન્ટ્સને લઈને ગુયાના પહોંચેલા પહેલા જહાજની પ્રતિકૃતિ છે. જેને ભારતે 1991માં ગુયાનાના લોકોને ભેટમાં આપવામાં આવ્યું હતું.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2075919) Visitor Counter : 11