પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સુરીનામના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
Posted On:
21 NOV 2024 10:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે મુલાકા કરી હતી.
બંને નેતાઓએ ચાલી રહેલી દ્વિપક્ષીય પહેલોની પ્રગતિની સમીક્ષા કરી અને સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને વાણિજ્ય, કૃષિ, ડિજિટલ પહેલ અને UPI, ICT, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા હતા. રાષ્ટ્રપતિ સંતોખીએ સુરીનામમાં ખાસ કરીને સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સ, ખાદ્ય સુરક્ષા પહેલ અને નાના અને મધ્યમ ઉદ્યોગોને વિકાસ સહયોગ માટે ભારતના સતત સમર્થન માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સભ્યપદ માટે સુરીનામ દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ રાષ્ટ્રપતિ સંતોખીનો આભાર માન્યો હતો.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2075878)
Visitor Counter : 15