પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમે વિકાસ અને વારસાને સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ ઇગાસ ઉત્સવ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી
Posted On:
12 NOV 2024 7:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇગાસ પર્વ નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ભારત વિકાસ અને વારસાને સાથે મળીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને ઉત્તરાખંડના નાગરિકોને શુભેચ્છા પાઠવતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેવભૂમિના ઇગાસ ઉત્સવનો વારસો વધુ સમૃદ્ધ બનશે.
X પર થ્રેડ પોસ્ટમાં, તેમણે લખ્યું:
“ઇગાસ ઉત્સવ નિમિત્તે મારા પરિવારના સભ્યો સહિત ઉત્તરાખંડના તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન! દિલ્હીમાં આજે મને પણ ઉત્તરાખંડના લોકસભા સાંસદ અનિલ બલુની જીને ત્યાં આ ઉત્સવમાં હાજરી આપવાનો લહાવો મળ્યો. હું ઈચ્છું છું કે આ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે @anil_baluni"
“અમે વિકાસ અને વારસાને એક સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએ. મને તે વાતનો સંતોષ છે કે લગભગ લુપ્ત થઈ રહેલી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઇગાસ ઉત્સવ ફરી એકવાર ઉત્તરાખંડના મારા પરિવારના સભ્યોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે.”
“ઉત્તરાખંડના મારા ભાઈઓ અને બહેનોએ જે રીતે ઇગાસની પરંપરાને જીવંત કરી છે તે ખૂબ જ પ્રોત્સાહક છે. દેશભરમાં જે મોટા પાયે આ પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે તે તેનો સીધો પુરાવો છે. મને વિશ્વાસ છે કે દેવભૂમિનો આ વારસો આગળ વધશે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2072598)
Visitor Counter : 71
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam