સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાએ રાષ્ટ્રીય એકતા માટેના શપથ અપાવ્યા

Posted On: 30 OCT 2024 10:50AM by PIB Ahmedabad

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે ​​અહીં નિર્માણ ભવનમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓના એક ગ્રુપને ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરવાના શપત અપાવ્યા. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલીલા શ્રીવાસ્તવ પણ હાજર હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને માન આપવાનો હતો, જેમની દૂરદ્રષ્ટિ અને નેતૃત્વએ રાષ્ટ્રને એક કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સમારોહ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એક સંકલિત અને પ્રગતિશીલ સમાજને ઉત્તેજન આપવા માટે રાષ્ટ્રીય એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “આજે, આપણે સરદાર પટેલ દ્વારા સમર્થિત એકતા અને અખંડિતતાના સિદ્ધાંતો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીએ છીએ. તે સુનિશ્ચિત કરવાની આપણી સામૂહિક જવાબદારી છે કે આપણા કાર્યો અને નીતિઓ સર્વસમાવેશકતા અને વિવિધતાની ભાવનાને પ્રતિબિંબિત કરે જે ભારતને અનન્ય બનાવે છે."

આ કાર્યક્રમમાં શપથ પત્ર વાંચવામાં આવ્યો, જેમાં તમામ સહભાગીઓએ ભારતની વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરંપરાઓ વચ્ચે એકતાના બંધનને મજબૂત કરવા માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જાહેર આરોગ્યને સુધારવા અને તેની તમામ પહેલોમાં એકતા અને સમાનતાના સિદ્ધાંતોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાના તેના મિશન માટે પ્રતિબદ્ધ છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com




(Release ID: 2069484) Visitor Counter : 38