યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

રમતગમત વિભાગ: વિશેષ ઝુંબેશ 4.0ની પ્રગતિ

Posted On: 21 OCT 2024 11:45AM by PIB Ahmedabad

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG) દ્વારા 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2024 દરમિયાન સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને સરકારી કચેરીઓમાં પેન્ડન્સી ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ 4.0 શરૂ કરવામાં આવી છે. રમતગમત વિભાગે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે 02.10.2024ના રોજ ફીટ ઈન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ રન 5.0ના શુભારંભની સાથે વિશેષ ઝુંબેશ 4.0ની શરૂઆત કરી. સ્પોર્ટ્સ વિભાગ અને તેની હેઠળની સંસ્થાઓ જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (LNIPE), નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (NSU), નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL)નો સમાવેશ થાય છે, જેઓ વિશેષ ઝુંબેશ 4.0 માં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.

અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ ઝુંબેશને બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પહેલો તબક્કો 16થી 30 સપ્ટેમ્બર 2024 સુધી ચાલ્યું, જેમાં સાંસદો, રાજ્ય સરકારો અને અન્ય મંત્રાલયોના સંદર્ભો તેમજ જાહેર ફરિયાદો જેવા પડતર મુદ્દાઓને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમાં તેવા વિસ્તારોને ઓળખવાનો પણ સમાવેશ થાય છે જ્યાં સફાઈ, બ્યુટિફિકેશન અને સુધારણાની જરૂર હોય. બીજા તબક્કો 2થી 31 ઑક્ટોબર 2024 સુધી ચાલશે, જેમાં ઓળખાયેલ મુદ્દાઓને ઉકેલવા અને પસંદ કરેલી સાઇટ્સની સફાઈ, સાર સંભાળ અને બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવશે.

અભિયાનના પ્રથમ તબક્કામાં, સાંસદોના 15 સંદર્ભો, 2 સંસદીય ખાતરીઓ અને 30 જાહેર ફરિયાદો ઉકેલવા માટે ઓળખવામાં આવી હતી. આ ઉપરાંત, 210 ભૌતિક ફાઈલો અને 220 ઈ-ફાઈલો સમીક્ષા માટે અલગ રાખવામાં આવી હતી. આ સિવાય આ વિભાગ હેઠળની સંસ્થાઓમાં 44 સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. અભિયાનના બીજા તબક્કાના પ્રથમ બે અઠવાડિયામાં, વિભાગે સાંસદોના 8 સંદર્ભો, 2 સંસદીય ખાતરીઓ અને 22 જાહેર ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કર્યો. વધુમાં, 210 ભૌતિક ફાઇલો અને 130 ઇ-ફાઇલોની સમીક્ષા કરવામાં આવી હતી, 29 આઉટડોર સ્વચ્છતા ડ્રાઇવ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

વિભાગ તમામ પડતર બાબતોના નિકાલ માટે સમર્પિત છે જે નિરાકરણ માટે તૈયાર છે અને તે સુનિશ્ચિત કરે છે કે સફાઈ અને બ્યુટીફિકેશન માટે પસંદ કરેલી જગ્યાઓ ઝુંબેશના ઉદ્દેશ્યો મુજબ સારી રીતે જાળવણી અને સફાઈ કરવામાં આવે છે. NDTL, નવી દિલ્હી અને LNIPE, ગ્વાલિયર ખાતે વિશેષ ઝુંબેશ 4.0 હેઠળ ઓફિસ પરિસર/કેમ્પસમાં કરવામાં આવતી સફાઈ પ્રવૃત્તિઓના કેટલીક તસવીરો નીચે આપવામાં આવી છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2066606) Visitor Counter : 71