ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે-કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું


ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હવે પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્યસંભાળ સુવિધાઓ સુધારવા અને તેને લોકો માટે સુલભ બનાવવા માટે અસંખ્ય પગલાં લીધાં હતાં

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોના સ્વાસ્થ્ય હિતોને ધ્યાનમાં રાખીને સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી, દરેક ઘરમાં શૌચાલય અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરીને, પીએમ મોદીએ નિયમિત કસરતને લોકોની દિનચર્યાનો એક ભાગ બનાવ્યો

મોદી સરકાર આગામી 10 વર્ષમાં 75,000 મેડિકલ સીટો વધારવાની યોજના સાથે દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે

મોંઘી દવાઓના ભારણને ઘટાડવા માટે, સરકારે જેનરિક દવાઓ પૂરી પાડવા માટે એક મિકેનિઝમ સ્થાપ્યું, જેનાથી ગરીબોને 10થી 30 ટકા ઓછી કિંમતે દવાઓ મળી શકે

મોદી સરકાર 37 વિવિધ યોજનાઓને એકીકૃત કરીને લાખો લોકો માટે આરોગ્યસંભાળ પ્રણાલીને મજબૂત બનાવી રહી છે

લોકોના દુઃખને દૂર કરવા માટે સંવેદનશીલતા અને દૂરંદેશી સાથે યોજનાઓ બનાવવાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે

શ્રી નરહરિ અમીને સમાજની સેવા અને સમસ્યાઓના નિરાકરણ માટે સતત કામ કર્યું છે

હીરામણી આરોગ્યધામમાં, વિવિધ બિમારીઓ માટે ઉપચાર,

Posted On: 04 OCT 2024 4:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં હિરામણિ આરોગ્યધામ ડે-કેર હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ERZR.jpg

શ્રી અમિત શાહે તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હેલ્થકેર સુવિધાઓમાં સુધારો કરવા અને તેને લોકો સુધી પહોંચાડવા માટે અનેક પ્રયાસો કર્યા હતાં. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, શ્રી નરહરિ અમીને સમાજની સેવા કરવા અને સમસ્યાઓનું સમાધાન કરવા સતત કામ કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નરહરિજીએ રાજ્યનાં ક્રિકેટ એસોસિએશન મારફતે ગુજરાતભરમાં રમતવીરો માટે માળખાગત સુવિધાઓની સ્થાપના કરી હતી. તદુપરાંત, શાળાઓ દ્વારા, તેમણે લગભગ 4,000 બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા અને તેમના સર્વાંગી વિકાસમાં ફાળો આપવા માટે નોંધપાત્ર પ્રયત્નો કર્યા છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, વૃદ્ધાશ્રમો અને અન્નપૂર્ણા ટ્રસ્ટની સ્થાપના કર્યા પછી નરહરિજીએ હવે તેમનાં માતા-પિતાની સ્મૃતિમાં આ હિરામણિ આરોગ્યધામનું નિર્માણ કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક જીવનશૈલી, ઝડપી જીવન, પ્રદૂષણ અને અન્ય પરિબળો કે જે આપણા શરીરને અસર કરતા વિવિધ રોગો તરફ દોરી જાય છે, જેને લાંબા ગાળાની સારવારની જરૂર છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ બિમારીઓમાં ઘણી વખત બહુવિધ ઉપચાર, ડાયાલિસિસ, ફિઝિયોથેરાપી અને અન્ય સારવારની જરૂર પડે છે, જેથી આ રોગોને કારણે થતી પીડાને ઓછી કરી શકાય. શ્રી શાહે ધ્યાન દોર્યું હતું કે, આ પ્રકારની સારવાર સામાન્ય રીતે ઘણી ખર્ચાળ હોય છે અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબો, મધ્યમ વર્ગ અને લોકો માટે ઓછી સુલભ હોય છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને શ્રી નરહરિજીએ હિરામણિ આરોગ્યધામનું નિર્માણ કર્યું છે, જેનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નરહરિજીએ લોકોનાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓનું સમાધાન કરવા માટે સંપૂર્ણ અભિગમ અપનાવ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00256TW.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી, જે લોકોને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને કારણે થતાં અનેક રોગોથી બચવામાં મદદ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પછી, સરકારે દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી સુલભ કરવાની ખાતરી આપી હતી, જેણે પાણીજન્ય રોગોને રોકવામાં મદદ કરી હતી. આ પછી દરેક ઘરમાં શૌચાલય બનાવવામાં આવ્યા અને નિયમિત વ્યાયામને લોકોની દિનચર્યાનો હિસ્સો બનાવવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવામાં આવી. શ્રી શાહે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ મારફતે પ્રધાનમંત્રી મોદીએ લાખો લોકોને રૂ. 5 લાખ સુધીનું વિસ્તૃત હેલ્થકેર કવરેજ પ્રદાન કર્યું છે અને તેમને મોંઘીદાટ સારવારનાં બોજમાંથી મુક્ત કર્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા યોજના ઘડી શકાય છે, પરંતુ પર્યાપ્ત માળખાગત સુવિધા વિના વ્યાપક આરોગ્યસંભાળ શક્ય નથી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આને સંબોધવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત સુવિધાઓનું નિર્માણ શરૂ કર્યું હતું. શ્રી શાહે નોંધ્યું હતું કે, મોદી સરકારે આગામી 10 વર્ષમાં મેડિકલ બેઠકોની સંખ્યામાં 75,000નો વધારો કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે સરકારે લોકોને મોંઘીદાટ દવાઓના બોજમાંથી મુક્ત કરવા માટે જેનેરિક દવાઓ પૂરી પાડવાની પદ્ધતિ સ્થાપિત કરી છે, જેના કારણે તેઓ બજારની સરખામણીએ લગભગ 10થી 30 ટકા નીચા ભાવે દવાઓ મેળવી શકે છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સંપૂર્ણ હેલ્થકેર સેટઅપનું નિર્માણ આશરે 37 વિવિધ યોજનાઓને સંકલિત કરીને કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, 37 વિવિધ પહેલોનો સમન્વય કરીને દેશનાં 1.4 અબજ લોકોનાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકોની મુશ્કેલીઓ દૂર કરવા સંવેદનશીલતા અને દૂરંદેશીતા સાથે યોજનાઓનું નિર્માણ કરવા માટે આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ZRS7.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, જો ડાયાલિસિસ અને ફિઝિયોથેરાપી જેવી દીર્ઘકાલીન બિમારીઓની દૈનિક સારવાર માટેની સુવિધાઓ નજીકમાં અને સસ્તા દરે ઉપલબ્ધ હોય, તો ગરીબ લોકોને તેનો લાભ મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, હીરામણિ આરોગ્યધામ ખાતે વિવિધ બિમારીઓ માટે થેરાપી, ડાયાલીસીસ અને ફિઝીયોથેરાપી સામાન્ય જનતા માટે સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

AP/GP/JD



(Release ID: 2062030) Visitor Counter : 34