સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
TRAIએ SMS ટ્રાફિક માટે વ્હાઇટલિસ્ટેડ URLs, APKS અથવા OTT લિંક્સને અનિવાર્ય કર્યાં
Posted On:
26 SEP 2024 1:54PM by PIB Ahmedabad
સંદેશાઓમાં URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર)ના દુરુપયોગને રોકવા માટેના એક મોટું પગલું ભરતા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 20મી ઓગસ્ટ 2024ના રોજ એક નિર્દેશ જારી કરીને તમામ એક્સેસ પ્રદાતાઓને URL, APK (Android પેકેજ) કે OTT (ઓવર ધ ટોપ) લિંકવાળા કોઈ પણ ટ્રાફિકને બ્લોક કરે, જેને વ્હાઇટલિસ્ટ કરવામાં આવ્યા નથી. આ દિશાનિર્દેશ 1લી ઓક્ટોબર 2024 સુધીમાં લાગુ કરવામાં આવશે.
URL ધરાવતા SMS ટ્રાફિકના સરળ પ્રવાહની ખાતરી કરવા માટે, TRAI રજિસ્ટર્ડ પ્રેષકોને તેમના વ્હાઇટલિસ્ટેડ URL/APK/OTT લિંક્સને સંબંધિત એક્સેસ પ્રદાતાઓના પોર્ટલ પર તાત્કાલિક અપલોડ કરવાની સલાહ આપી છે. અત્યાર સુધીમાં, 3,000થી વધુ નોંધાયેલા પ્રેષકોએ 70,000થી વધુ લિંક્સને વ્હાઇટલિસ્ટ કરીને આ જરૂરિયાતનું પાલન કર્યું છે. જે પ્રેષકો નિયત તારીખ સુધીમાં તેમની લિંક્સને વ્હાઇટલિસ્ટ કરવામાં નિષ્ફળ જાય છે તેઓ URL/APK/OTT લિંક્સ ધરાવતા કોઈપણ સંદેશાઓ ટ્રાન્સમિટ કરી શકશે નહીં.
TRAI દ્વારા આ પહેલ પારદર્શક અને સુરક્ષિત સંચાર પ્રણાલીને ઉત્તેજન આપતી વખતે દૂષિત લિંક્સ ધરાવતા અણગમતા સંદેશાઓથી ગ્રાહકોને બચાવવા માટે બનાવવામાં આવી છે. આ નવા નિયમોનું પાલન કરીને, એક્સેસ પ્રદાતાઓ અને નોંધાયેલા પ્રેષકો બંને વધુ વિશ્વસનીય અને સલામત મેસેજિંગ વાતાવરણ બનાવવામાં મદદ કરી શકે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2058949)
Visitor Counter : 72