પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

Posted On: 16 SEP 2024 4:08PM by PIB Ahmedabad

કેબિનેટમાં મારા સાથીદારો, સર્વાનંદ સોનોવાલજી, શાંતનુ ઠાકુરજી, તુત્તુક્કુડી પોર્ટના અધિકારીઓ-કર્મચારીઓ અને દેવીઓ અને સજ્જનો,

આજનો દિવસ વિકસિત ભારતની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ નવું તુત્તુક્કુડી ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ ભારતના દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું સ્ટાર છે. આ નવા ટર્મિનલથી V.O. ચિદમ્બર-નાર પોર્ટની ક્ષમતા પણ વિસ્તરશે. ચૌદ મીટરથી વધુ ઊંડા ડ્રાફ્ટ સાથેનું નવું ટર્મિનલ...ત્રણસો મીટરથી વધુની બર્થ...આ બંદરની ક્ષમતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આનાથી V.O.C પોર્ટ પર લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે અને ભારતના વિદેશી હૂંડિયામણની પણ બચત થશે. હું તમને બધાને, તમિલનાડુના લોકોને આ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

 

મને યાદ છે...બે વર્ષ પહેલા, મને V.O.C. પોર્ટને લગતા અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાની તક મળી. ત્યારબાદ આ બંદરની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવા માટે અનેક કામો શરૂ કરવામાં આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે હું તુત્તુક્કુડી આવ્યો હતો... ત્યારે પણ પોર્ટને લગતા ઘણા કામો શરૂ થઈ ગયા હતા. આજે આ કામો ઝડપથી પૂર્ણ થતા જોઈને મારો આનંદ પણ બમણો થઈ જાય છે. મને એ વાતની પણ ખુશી છે કે આ નવા બનેલા ટર્મિનલના કર્મચારીઓમાં 40 ટકા મહિલાઓ હશે. એટલે કે આ ટર્મિનલ મેરીટાઇમ સેક્ટરમાં Women Led Developmentનું પ્રતીક પણ બનશે.

મિત્રો,

તમિલનાડુના દરિયાકિનારાઓએ દેશના અર્થતંત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અહીંના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ત્રણ મોટા બંદરો અને સત્તર બિન-મુખ્ય બંદરોનો સમાવેશ થાય છે. આ ક્ષમતાને કારણે, આજે તમિલનાડુ દરિયાઈ વેપાર નેટવર્કનું વિશાળ હબ છે. અમે પોર્ટ-આગેવાનીના વિકાસના મિશનને વેગ આપવા માટે આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો વિકાસ કરી રહ્યા છીએ. તેના પર સાત હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. અમે V.O.C. પોર્ટની ક્ષમતામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. એટલે કે V.O.C પોર્ટ દેશના દરિયાઈ વિકાસમાં એક નવો અધ્યાય લખવા માટે તૈયાર થઈ રહ્યું છે.

મિત્રો,

આજે ભારતનું દરિયાઈ મિશન માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પૂરતું મર્યાદિત નથી. ભારત આજે વિશ્વને ટકાઉ અને અગ્રેસર વિચારસરણીના વિકાસનો માર્ગ બતાવી રહ્યું છે. અને આ પણ અમારી V.O.C. પોર્ટમાં સ્પષ્ટપણે દેખાય છે. આ બંદરને ગ્રીન હાઇડ્રોજન હબ અને ઓફશોર વિન્ડ માટે નોડલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. આજે વિશ્વ જે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યું છે તેના પડકારોનો સામનો કરવામાં આપણી આ પહેલ ખૂબ જ અસરકારક સાબિત થશે.

મિત્રો,

ઈનોવેશન અને કોલબરેશન એ ભારતની વિકાસ યાત્રામાં અમારી સૌથી મોટી શક્તિ છે. આજે જે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન થયું એ પણ આ ક્ષમતાનો પુરાવો છે. અમે સામૂહિક પ્રયાસો દ્વારા સારી રીતે જોડાયેલા ભારતના નિર્માણમાં રોકાયેલા છીએ. આજે રોડવેઝ, હાઈવે, વોટરવે અને એરવેઝના વિસ્તરણને કારણે દેશના ખૂણે-ખૂણે કનેક્ટિવિટી વધી છે. આ સાથે ભારતે વૈશ્વિક વેપારમાં તેની સ્થિતિ ઘણી મજબૂત કરી છે. આજે, ભારત વૈશ્વિક પુરવઠા શૃંખલામાં પણ મુખ્ય હિસ્સેદાર બની રહ્યું છે. ભારતની આ વધતી જતી ક્ષમતા આપણા આર્થિક વિકાસનો આધાર છે. આ ક્ષમતા ઝડપથી ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે, મને ખુશી છે કે તમિલનાડુ ભારતની આ ક્ષમતામાં વધુ વધારો કરી રહ્યું છે. ફરી એકવાર V.O.C. પોર્ટના નવા ટર્મિનલ માટે ખૂબ ખૂબ અભિનંદન. આભાર. વણક્કમ.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2055385) Visitor Counter : 48