કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ (DARPG), ભારત સરકાર અને પબ્લિક સર્વિસ ડિપાર્ટમેન્ટ, પ્રધાનમંત્રી વિભાગ, મલેશિયા સરકાર વચ્ચે 'જાહેર વહીવટ અને ગવર્નન્સ રિફોર્મ્સના ક્ષેત્રમાં સહકાર' પર પાંચ વર્ષના સમયગાળા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે

Posted On: 23 AUG 2024 1:15PM by PIB Ahmedabad

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG), કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારત સરકાર અને જાહેર સેવા વિભાગ, પ્રધાનમંત્રી વિભાગ, મલેશિયા સરકારે 20 ઓગસ્ટ, 2024થી પાંચ (05) વર્ષના સમયગાળા માટે 'જાહેર વહીવટ અને શાસન સુધારાના ક્ષેત્રમાં સહકાર' પર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

એમઓયુના વિનિમય માટેના આદાન પ્રદાન માટે ઔપચારિક સમારોહ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો સેરી અનવર બિન ઈબ્રાહિમની ઉપસ્થિતિમાં 20 ઓગસ્ટ, 2024ના રોજ હૈદરાબાદ હાઉસ, નવી દિલ્હી ખાતે આયોજતિ કરવામાં આવ્યો.

https://live.staticflickr.com/65535/53934262162_6f706620e7_m.jpg

સમજૂતીના મેમોરેન્ડમનો ઉદ્દેશ્ય છે કે બંને દેશો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જાહેર સેવાઓની અસરકારક ડિલિવરી માટે સરકારી પ્રક્રિયા સરળીકરણ અને પુનર્રચના; જાહેર સેવાઓના વિતરણમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવું; માનવ સંસાધન વ્યવસ્થાપન/નેતૃત્વ વિકાસ; જાહેર ક્ષેત્રનું સંચાલન અને સુધારા; જાહેર ફરિયાદ નિવારણ પદ્ધતિ; અને ઇ-ગવર્નન્સ/ડિજીટલ સરકાર જેવા ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં લેવાનો પ્રયાસ કરશે.

એમઓયુના નેજા હેઠળ સહકારના અમલીકરણ માટે જવાબદાર સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2048036) Visitor Counter : 41