સ્ટીલ મંત્રાલય

આરઆઈએનએલના સીએમડી શ્રી અતુલ ભટ્ટે આરઆઈએનએલની ગર્ભમ મેંગેનીઝ ખાણ લીઝ લંબાવવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો આભાર માન્યો

Posted On: 18 AUG 2024 12:44PM by PIB Ahmedabad

આરઆઈએનએલના સીએમડી શ્રી અતુલ ભટ્ટે આરઆઈએનએલની ગર્ભમ મેંગેનીઝ ખાણની લીઝ વધારવા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.

રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અતુલ ભટ્ટે ગર્ભમ મેંગેનીઝ ખાણના લીઝને RINLને વિસ્તારવામાં તેમના દૂરંદેશી નેતૃત્વ માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી નારા ચંદ્રબાબુ નાયડુનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ઉત્પાદનની જરૂરિયાત માટે મેંગેનીઝ ઓરની સતત ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરીને આ વિસ્તરણ RINL માટે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.

શ્રી અતુલ ભટ્ટે આ બાબતને આગળ વધારવાના પ્રયાસો માટે વિશાખાપટ્ટનમના ગઝુવાકાના માનનીય ધારાસભ્ય અને તેલુગુ દેશમ પાર્ટી અધ્યક્ષ શ્રી પલ્લા શ્રીનિવાસ રાવ અને વિશાખાપટ્ટનમના માનનીય સાંસદ શ્રી એમ. શ્રી ભરતનો પણ નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમના સમર્થન અને નજીકની ભાગીદારી આરઆઈએનએલ માટે આ મહત્ત્વપૂર્ણ સંસધાનને સુરક્ષિત કરવામાં સહાયક રહી છે, જેનાથી દેશની વૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપવાની કંપનીની પ્રતિબદ્ધતા અને મજબૂત થઈ છે.

ગર્ભમ મેંગેનીઝ ખાણનો લીઝ વિસ્તાર 654 એકર છે અને RINL દ્વારા વાર્ષિક વપરાશ લગભગ 6000 ટન પ્રતિ વર્ષ છે. મેંગેનીઝનો ઉપયોગ ગરમ ધાતુના ઉત્પાદન માટે બ્લાસ્ટ ફર્નેસમાં થાય છે.

લીઝ એક્સટેન્શન જે સહયોગી પ્રયાસોનું પરિણામ હતું તે આર્થિક પ્રગતિને આગળ વધારવા માટે ઉદ્યોગ અને સરકાર વચ્ચે મજબૂત ભાગીદારીના મહત્વને રેખાંકિત કરે છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2046399) Visitor Counter : 24