પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી સાથે વાત કરી


PM નેતન્યાહુએ ભારતના 78મા સ્વતંત્રતા દિવસ પર તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી

પીએમએ પરિસ્થિતિને મર્યાદિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

પીએમએ બંધકોની મુક્તિ, યુદ્ધવિરામ અને સતત માનવતાવાદી સહાય માટે ભારતના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો

Posted On: 16 AUG 2024 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુનો ટેલિફોન કૉલ મળ્યો.

PM નેતન્યાહુએ ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી.

બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ પરિસ્થિતિને મર્યાદિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમએ તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અને અસરગ્રસ્તો માટે સતત માનવતાવાદી સહાયની જરૂરિયાત માટે ભારતના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલ માટે હાકલ કરી હતી.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ અને ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

AP/GP/JD



(Release ID: 2046023) Visitor Counter : 24