ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
પ્રધાનમંત્રીએ સેમીકન્ડક્ટરનાં ઉત્પાદનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રેસર બનવાની ભારતની કટિબદ્ધતાની રૂપરેખા આપી
ભારત મોબાઇલ ફોન ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે, નિકાસ હવે વૈશ્વિક બજારો સુધી પહોંચી છે: શ્રી નરેન્દ્ર મોદી
ભારતમાં દરેક ઉપકરણો માટે મેડ ઇન ઇન્ડિયા ચિપ વિકસાવવાનું સ્વપ્ન સાકાર કરવાની ક્ષમતા છે: પ્રધાનમંત્રી
Posted On:
15 AUG 2024 12:32PM by PIB Ahmedabad
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાનાં સંબોધનમાં ભારતનાં વિકાસને આકાર આપવા અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં લક્ષ્યાંકને હાંસલ કરવાનાં ઉદ્દેશ સાથે ભવિષ્યલક્ષી લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
સેમીકન્ડક્ટર ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવાની ભારતની કટિબદ્ધતાની રૂપરેખા આપતાં તેમણે જણાવ્યું હતું કે, "એક સમય હતો, જ્યારે આપણે મોબાઇલ ફોનની આયાત કરતા હતા, પણ આજે આપણે દેશમાં ઉત્પાદનની ઇકોસિસ્ટમ ઊભી કરી છે અને ભારત મોટા ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે." તેમણે ઉમેર્યું હતું કે, અમે હવે મોબાઇલ ફોનની નિકાસ શરૂ કરી દીધી છે.
મેડ ઇન ઇન્ડિયા ચિપ-સેમિકન્ડક્ટરનું ઉત્પાદન
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સેમીકન્ડક્ટર, આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણાં ભવિષ્ય સાથે અતૂટ રીતે જોડાયેલાં છે અને અમે ભારતીય સેમિકન્ડક્ટર મિશન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગે શ્રી નરેન્દ્ર મોદીએ અનુરોધ કર્યો હતો કે, દરેક સાધનસામગ્રીના ટુકડામાં 'મેડ ઇન ઇન્ડિયા' ચિપ કેમ ન હોઇ શકે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશમાં આ સ્વપ્નને પૂર્ણ કરવાની ક્ષમતા છે અને તેથી ઉત્પાદન અને સેમીકન્ડક્ટર સંબંધિત કાર્ય અહીં ભારતમાં થશે. ભારત પાસે દુનિયાને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવાની પ્રતિભા અને માધ્યમો છે.
AP/GP/JD
(Release ID: 2045695)
Visitor Counter : 83