ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
MoFPI મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે EOI/ દરખાસ્તોને આમંત્રણ આપે છે
સંસ્થાઓએ તેમની દરખાસ્તો ઓનલાઈન સબમિટ કરવી જરૂરી છે
EoI/ દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 21મી સપ્ટેમ્બર 2024 છે
प्रविष्टि तिथि:
09 AUG 2024 12:20PM by PIB Ahmedabad
ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે સંકલિત કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કોલ્ડ ચેઇન સ્કીમ) હેઠળ મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે ભાવિ ઉદ્યોગ સાહસિકો પાસેથી અભિવ્યક્તિ રુચિ (EoI) આમંત્રિત કર્યા છે. આ કેન્દ્રીય ક્ષેત્રની છત્ર યોજના- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (પીએમકેએસવાય)નું એક એકમ છે, જેની જાહેરાત નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. માંગ આધારિત કોલ્ડ ચેઇન યોજના હેઠળ પાત્ર પ્રોજેક્ટ્સને અનુદાન સહાય/સબસિડીના સ્વરૂપમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
સંસ્થાઓએ પોતાની દરખાસ્તો ફક્ત "પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના" હેઠળ સંબંધિત વિગતો સાથે (યોગ્ય શીર્ષકો હેઠળ) https://www.sampada-mofpi.gov.in/ પર ઑનલાઇન સબમિટ કરવાની રહેશે. તમામ દરખાસ્તો https://www. .mofpi.gov.in પર ઉપલબ્ધ તારીખ 06 ઓગસ્ટ 2024નાં રોજ જાહેર “સંકલિત કોલ્ડ ચેન અને મૂલ્ય સંવર્ધન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કીમ - ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના” શીર્ષકવાળી યોજના માર્ગદર્શિકા અનુસાર નિયત તારીખે અથવા તે પહેલાં સબમિટ કરવી જરૂરી છે
EoI/ દરખાસ્તો સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2024 છે.
AP/GP//JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2043485)
आगंतुक पटल : 138