સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઇન્ડિયન નેવી ક્વિઝ THINQ2024 રજિસ્ટ્રેશનની તારીખ 31 ઓગસ્ટ 24 સુધી લંબાવાઈ

Posted On: 07 AUG 2024 3:40PM by PIB Ahmedabad

ભારતીય નૌકાદળે THINQ2024 માટે નોંધણીની તારીખ 31 ઓગસ્ટ 24 સુધી વધારવાની જાહેરાત કરી છે. યુવા રાષ્ટ્ર નિર્માતાઓમાં દેશભક્તિ, આત્મનિર્ભરતા અને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વની ભાવના જગાવવાના ઉદ્દેશ્યથી ભારતીય નૌકાદળની ક્વિઝમાં દેશભરના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને આ અવિશ્વસનીય ક્વિઝિંગ ઇવેન્ટનો ભાગ બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝ સ્પર્ધા ભાવિ નેતાઓને ભારતીય નૌકાદળની શોધખોળ કરવાની તક આપવા માટે બનાવવામાં આવી છે. 'વિકસિત ભારત'ની થીમને અનુરૂપ THINQ2024 જ્ઞાનની કસોટીથી વિશેષ હશે.

ટોચની 16 ટીમોને ઇન્ડિયન નેવલ એકેડેમી (આઇએનએ), એઝિમાલા, કેરળની સંપૂર્ણ પ્રાયોજિત યાત્રા મળશે, જ્યાં સેમિફાઇનલ અને ફાઇનલનો પ્રારંભ થશે. પ્રભાવશાળી માઉન્ટ ડિલી, શાંત કાવ્વયી બેકવોટર્સ અને જાજરમાન અરબી સમુદ્રની વચ્ચે વસેલું આઇએનએ આ કાર્યક્રમ માટે મનોહર અને શાંત પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે. ક્વોલિફાઇંગ ટીમો એશિયાની સૌથી મોટી નેવલ એકેડેમીમાં માત્ર એક અનોખો અને સમૃદ્ધ અનુભવ જ નહીં પરંતુ ભારતીય નૌકાદળના અત્યાધુનિક તાલીમ માળખા અને સુવિધાઓનો ઇમર્સિવ અનુભવ પણ મેળવે છે. આ અનોખી ક્વિઝ સ્પર્ધાની સેમિફાઇનલ અને ફાઇનલમાં ભાગ લેનારાઓ આકર્ષક ઇનામોની રાહ જોઇ શકે છે જ્યારે વિજેતાઓને સ્મૃતિચિહ્નો, ભેટસોગાદો અને પ્રમાણપત્રો સહિતના આકર્ષક ઇનામોથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેનાર દરેક પાર્ટિસિપન્ટ્સને પાર્ટિસિપેશનનું THINQ2024 સર્ટિફિકેટ આપવામાં આવશે.

આ વિશિષ્ટ તક માટે તેમના વિદ્યાર્થીઓને ઓફર કરવા માટે ઉત્સુક શાળાઓએ 31 ઓગસ્ટ 24 પહેલા www.indiannavythinq.in સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરવાની જરૂર છે. કોઈ પ્રશ્ન હોય તો હેલ્પલાઈન નં. 8197579162 અથવા mailthinq2024[at]gmail[dot]comનો સંપર્ક કરી શકાય છે.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2042661) Visitor Counter : 108