સ્ટીલ મંત્રાલય
azadi ka amrit mahotsav

સ્ટીલ મંત્રાલયે નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ - 2024 માટે અરજીઓ મંગાવી

Posted On: 29 JUL 2024 3:11PM by PIB Ahmedabad

ભારત સરકારનું સ્ટીલ મંત્રાલય ધાતુ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાનને માન્યતા આપવા માટે નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ પ્રદાન કરે છે, જેમાં ઓપરેશન્સ, સંશોધન અને વિકાસ, કચરાનું વ્યવસ્થાપન અને ઊર્જા સંરક્ષણ સામેલ છે. નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ્સ (એનએમએ)-2024 માટેની અરજીઓ ઉદ્યોગ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના વ્યક્તિઓ પાસેથી મંગાવવામાં આવે છે.

આ પુરસ્કારો નીચેની ચાર કેટેગરીમાં આપવામાં આવશે:-

  1. લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
  2. નેશનલ મેટલર્જિસ્ટ એવોર્ડ
  3. યંગ મેટલર્જિસ્ટ એવોર્ડ
    1. વાતાવરણ
    2. ધાતુ વિજ્ઞાન
  4. આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરમાં સંશોધન અને વિકાસ માટે પુરસ્કાર

https://awards.steel.gov.in વેબ પોર્ટલ મારફતે જ અરજી ઓનલાઇન પ્રાપ્ત થશે. અરજીઓ પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ 06/09/2024ના 05:00 વાગ્યે છે.

લાયકાતના માપદંડ અને રાષ્ટ્રીય ધાતુશાસ્ત્રી પુરસ્કારોથી સંબંધિત અન્ય નિયમો અને શરતો સંબંધિત માર્ગદર્શિકાઓ https://awards.steel.gov.in

આ યોજના ફક્ત ભારતીય નાગરિકો માટે છે, જેમણે ઉદ્યોગ, સંશોધન અને વિકાસ અથવા શૈક્ષણિક ક્ષેત્રમાં તેમના કાર્ય દ્વારા ભારતમાં ધાતુશાસ્ત્રના ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. 01/01/2024થી ઉમેદવારની લાયકાતને ધ્યાનમાં લેવામાં આવશે.

CB/GP/JD


(Release ID: 2038523) Visitor Counter : 80