પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે મેક ઇન ઇન્ડિયાની સફળતાની વાતને બિરદાવી

Posted On: 16 JUL 2024 10:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે મેક ઇન ઇન્ડિયાની સફળતાની વાતને બિરદાવી છે. શ્રી મોદીએ મેક ઇન ઇન્ડિયા કેવી રીતે ભારતની અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંચ પર આગળ ધપાવી રહ્યું છે તેની ઝલક શેર કરી છે.

વૈશ્વિક સ્તરે ભારતીય નિર્મિત ઉત્પાદનોની અસાધારણ સફળતા દર્શાવતી મેડ ઈન ઈન્ડિયા પહેલ વિશે MyGovIndiaના X પોસ્ટ થ્રેડ્સનો પ્રતિભાવ આપતાં, પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

"મેક ઇન ઇન્ડિયા" ભારતના અર્થતંત્રને વૈશ્વિક મંચ પર કેવી રીતે આગળ ધપાવી રહ્યું છે તેની આ એક ઝલક છે!"

 ****

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2033783) Visitor Counter : 19