વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

ભારતીય કારીગરોને ટેકો આપો, અને રમકડાં દ્વારા સર્જનાત્મકતા અને કલ્પનાને પોષો જે સમગ્ર વિશ્વમાં બાળકોને પ્રેરણા આપે છે અને શિક્ષિત કરે છે: શ્રી જિતિન પ્રસાદ


ડીપીઆઈઆઈટી અને ઈન્વેસ્ટ ઈન્ડિયાના સહયોગથી ટોય એસોસિએશન ઓફ ઈન્ડિયાએ બીજી ટોય સીઈઓ મીટનું આયોજન કર્યું

ટોય સીઈઓ મીટ ભારતીય અને વૈશ્વિક રમકડા ઉદ્યોગ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપે છે

Posted On: 10 JUL 2024 1:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદે રમકડા ઉદ્યોગને ભારતીય કારીગરોને ટેકો આપવા અને રમકડાં દ્વારા સર્જનાત્મકતા અને કલ્પનાને પોષવા માટે પ્રોત્સાહિત કર્યા જે સમગ્ર વિશ્વમાં બાળકોને પ્રેરણા આપે છે અને શિક્ષિત કરે છે. 8મી જુલાઈ 2024ના રોજ નવી દિલ્હીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ઈન્વેસ્ટ ઈન્ડિયાના સહયોગથી ટોય એસોસિએશન ઑફ ઈન્ડિયા દ્વારા આયોજિત 'ટોય સીઈઓ મીટની બીજી આવૃત્તિ'માં મુખ્ય વક્તવ્ય આપતી વખતે, મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ"ના વિઝનને પ્રકાશિત કર્યું. તેમણે સહભાગીઓને સહયોગ ચાલુ રાખવા અને ભારતના રમકડા બનાવવાના વારસાને ઉજવવા માટે પણ પ્રેરિત કર્યા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WL3A.png

 ટોયના સીઈઓ મીટની બીજી આવૃત્તિએ ભારત અને ગ્લોબલ ટોય ઉદ્યોગ વચ્ચે સહયોગ માટે  એક મંચ પૂરો પાડ્યો હતો, જેનો ઉદ્દેશ ભારતને ગ્લોબલ ટોય હબ તરીકે સ્થાપિત કરવાના મિશન તરફ કામ કરવાનો છે. આ કાર્યક્રમમાં વોલમાર્ટ, એમેઝોન, સ્પિન માસ્ટર, આઇએમસી ટોય્ઝ વગેરે સહિત અગ્રણી વૈશ્વિક ખેલાડીઓ અને સ્થાનિક રમકડા ઉદ્યોગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સનલોર્ડ એપેરલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ, પ્લેગ્રો ટોય્ઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે.

ડીપીઆઈઆઈટીના સચિવ શ્રી રાજેશકુમાર સિંઘે સહભાગીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્થાનિક ઉત્પાદકોના પ્રયાસો સાથે મળીને સરકારની પહેલોએ ભારતીય રમકડાં ઉદ્યોગની નોંધપાત્ર વૃદ્ધિમાં પરિણમી છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિકાસ સૂચવે છે કે, રમકડાંના ઉત્પાદનમાં ભારતની વધતી સ્વનિર્ભરતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે.

ડીપીઆઈઆઈટીના સંયુક્ત સચિવ  શ્રી સંજીવે 15મા ટોય બિઝ ઈન્ટરનેશનલ બી2બી એક્સ્પોના સફળ આયોજન માટે ભારતીય ટોય ઉદ્યોગ, ખાસ કરીને ટોય એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યા  હતા. તેમણે ટોય ઉદ્યોગના સભ્યોને કોઈ પણ પ્રકારના પડકારોના સંજોગોમાં ડીપીઆઈઆઈટી સાથે જોડાવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેનું ધ્યેય ભારતીય રમકડાંને ગુણવત્તા, વિશિષ્ટતા, નવીનતા અને ટકાઉપણાનો પર્યાય બનાવવાનું છે.

ટોય્ઝ માટે ભારતમાં રોકાણની તકો અંગે ચર્ચા કરતાં ઇન્વેસ્ટ ઇન્ડિયાના સીઇઓ અને એમડી સુશ્રી નિરુતિ રાયે જણાવ્યું હતું કે, વધતી જતી યુવા વસતિ સાથે રમકડાંની માગમાં વધારો થવાને કારણે ભારત રોકાણ માટે બજારની વિશાળ સંભવિતતા ધરાવે છે.

હિતધારકોની ચર્ચા દરમિયાન વોલમાર્ટ, આઈએમસી ટોય્ઝ, સ્પિન માસ્ટર વગેરે જેવા વૈશ્વિક ખેલાડીઓએ તેમની પોતાની વિકાસગાથાઓ વિશે વાત કરી હતી અને ભારતમાં કામગીરીને વિસ્તૃત કરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વક્તાઓ દ્વારા શેર કરવામાં આવેલી દ્રષ્ટિએ પ્રેક્ષકોને ભારતીય રમકડા ઉદ્યોગ અને વૃદ્ધિ અને સહયોગ માટેની તકો વિશેની આંતરદૃષ્ટિ પ્રદાન કરી. આ ઇવેન્ટે સમન્વય સ્થાપિત કરવા, પૂરક ક્ષમતાનો ઉપયોગ કરવા અને ભારતીય રમકડાં ઉદ્યોગ માટે વૈશ્વિક બજારમાં ઉભરતી તકોનો લાભ ઉઠાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ ઇવેન્ટ ઇન્ડિયા ટોય બિઝ ઇન્ટરનેશનલ બી2બી એક્સ્પોની 15મી આવૃત્તિનો એક ભાગ હતો, જે દેશના સૌથી મોટા રમકડાના મેળામાંનો એક છે, જેણે સ્થાનિક રમકડાના ક્ષેત્રમાં વધતી જતી તકોનો લાભ લેવા માટે અગ્રણી વૈશ્વિક અને સ્થાનિક રમકડા ઉત્પાદકો, કારીગરો, રિટેલર્સ અને સરકારી અધિકારીઓને એકમંચ પર લાવ્યા છે.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2032096) Visitor Counter : 55