પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉન્નાવ રોડ અકસ્માત પર ગહન શોક વ્યક્ત કર્યો, આર્થિક સહાયની જાહેરાત કરી

Posted On: 10 JUL 2024 10:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉન્નાવ માર્ગ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:

"ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં થયેલા માર્ગ અકસ્માત અત્યંત દુઃખદાયક છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ આપે. આ સાથે હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે: PM @narendramodi."

શ્રી મોદીએ ઉન્નાવની દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને PMNRFમાંથી 2 લાખ રુપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી, જ્યારે ઘાયલોને 50,000 રુપિયા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કર્યું:

“પ્રધાનમંત્રીએ ઉન્નાવની દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રુપિયાની અનુગ્રહ રકમ આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને  50,000 રુપિયા આપવામાં આવશે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2031976) Visitor Counter : 51