ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે શ્રી અમરનાથ યાત્રા નિમિત્તે તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી


શ્રી અમરનાથ યાત્રા એ ભારતીય સંસ્કૃતિની પરંપરા અને કાલાતીતતાનું શાશ્વત પ્રતીક છે

પીએમ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકાર યાત્રાળુઓની સલામત, સરળ અને સુખદ યાત્રા માટે પ્રતિબદ્ધ છે

યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે સરકારે તમામ શક્ય વ્યવસ્થા કરી છે - શ્રી અમિત શાહ

Posted On: 29 JUN 2024 5:49PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજથી શરૂ થયેલી શ્રી અમરનાથ યાત્રા નિમિત્તે તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી છે.

X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું કે "શ્રી અમરનાથ યાત્રા એ ભારતીય સંસ્કૃતિની પરંપરા અને કાલાતીતતાનું શાશ્વત પ્રતીક છે. આજે આ દિવ્ય યાત્રાની શરૂઆત છે. હું બાબાના તમામ યાત્રાળુઓને મારી શુભકામનાઓ આપું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની અમારી સરકાર યાત્રાળુઓની સલામત, સરળ અને સુખદ યાત્રા માટે પ્રતિબદ્ધ છે અને યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે દરેક શક્ય વ્યવસ્થા કરી છે.

AP/GP/JD



(Release ID: 2029559) Visitor Counter : 32