પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં રેલ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી અનુગ્રહ રાશિની જાહેરાત
प्रविष्टि तिथि:
17 JUN 2024 12:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે, અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે, જ્યારે કે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટનાનાં સ્થળે પહોંચી રહ્યાં છે. પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી પ્રત્યેક મૃતકનાં પરિવારજનોને રૂ. 2 લાખની સહાય અને ઇજાગ્રસ્ત લોકો માટે રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી કે;
"પશ્ચિમ બંગાળમાં રેલવે અકસ્માત દુઃખદાયક છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય. અધિકારીઓ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી પણ દુર્ઘટનાસ્થળ પર જઈ રહ્યા છે."
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું કે;
"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં રેલ દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2025886)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam