ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રીએ એજન્સીઓને જમ્મુ ડિવિઝનમાં એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાન મારફતે કાશ્મીર ખીણમાં હાંસલ થયેલી સફળતાઓનું પુનરાવર્તન કરવા નિર્દેશ આપ્યો
મોદી સરકાર નવતર માધ્યમથી આતંકીઓ પર કાર્યવાહી કરીને દાખલો બેસાડવા માટે પ્રતિબદ્ધ
ગૃહ મંત્રીએ તમામ એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા સૂચના આપી
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ તેના નિર્ણાયક તબક્કામાં છે, તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે આતંકવાદને આતંકવાદી હિંસાના અત્યંત સંગઠિત કૃત્યોથી માત્ર પ્રોક્સી વોર સુધી સંકોચવાની ફરજ પડી છે, અમે તેને જડમૂળથી ઉખેડી નાખવા માટે પણ કટિબદ્ધ છીએ
શ્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓ વચ્ચે સતત સંકલન, સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા અને આ વિસ્તારોની સુરક્ષા સંબંધિત ચિંતાઓ દૂર કરવા પર ભાર મૂક્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિનું પુનરાવર્તન કરતાં ગૃહ મંત્રીએ કહ્યું, સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાંખવામાં કોઈ કસર છોડશે નહીં
કેન્દ્રીય ગૃહ મંત્રીએ લોકસભ
Posted On:
16 JUN 2024 5:11PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોવલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સીએપીએફના ડિરેક્ટર જનરલ, મુખ્ય સચિવ, જમ્મુ-કાશ્મીરના ડીજીપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાને સુરક્ષા એજન્સીઓને જમ્મુ વિભાગમાં એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાન મારફતે કાશ્મીર ખીણમાં પ્રાપ્ત સફળતાઓનું પુનરાવર્તન કરવા નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર આતંકવાદીઓ સામે નવીન માધ્યમો મારફતે કાર્યવાહી કરીને ઉદાહરણ સ્થાપિત કરવા કટિબદ્ધ છે. શ્રી અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ તેના નિર્ણાયક તબક્કામાં છે. તેમણે ઉમેર્યું કે તાજેતરની ઘટનાઓ બતાવે છે કે આતંકવાદને આતંકવાદી હિંસાના અત્યંત સંગઠિત કૃત્યોથી માત્ર પ્રોક્સી યુદ્ધ સુધી સંકોચવાની ફરજ પડી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે તેને જડમૂળથી ઉખેડી નાખવા માટે પણ કટિબદ્ધ છીએ.
શ્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓ વચ્ચે સતત સંકલન સ્થાપિત કરવા, સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા અને આ વિસ્તારોની સુરક્ષા સંબંધિત ચિંતાઓ દૂર કરવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિનું પુનરાવર્તન કરતાં ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાંખવામાં કોઈ કસર છોડશે નહીં.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારનાં પ્રયાસોથી કાશ્મીર ખીણમાં આતંકવાદ સાથે સંબંધિત ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની સાથે સકારાત્મક પરિણામો મળ્યાં છે. તેમણે નોંધ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં થયેલો સુધારો કાશ્મીર ખીણમાં પ્રવાસીઓનાં વિક્રમી પ્રવાહમાં પ્રતિબિંબિત થાય છે. શ્રી શાહ જમ્મુ અને કાશ્મીરમાં વિક્રમી મતદાન થયું હતું તે માટે સુરક્ષા એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રની પ્રશંસા કરી હતી. આ ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
AP/GP/JD
(Release ID: 2025758)
Visitor Counter : 107