માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
શ્રી નીતિન ગડકરીએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો
શ્રી અજય ટમ્ટા અને શ્રી હર્ષ મલ્હોત્રાએ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી
Posted On:
12 JUN 2024 12:50PM by PIB Ahmedabad
શ્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનો હોદ્દો સંભાળ્યો હતો. શ્રી અજય ટમ્ટા અને શ્રી હર્ષ મલ્હોત્રાએ પણ રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

શ્રી ગડકરીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો મોદી 3.0માં આ ભૂમિકાને પુનઃનિયુક્ત કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, મોદીજીના દીર્ઘદૃષ્ટા નેતૃત્વમાં ભારત ઝડપથી વિશ્વસ્તરીય, આધુનિક માળખાગત સુવિધાઓથી સજ્જ હશે.

MoRTHના સચિવ શ્રી અનુરાગ જૈન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પરિવહન ભવન પરિસરમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી અને રાજ્ય મંત્રીઓ શ્રી અજય ટમ્ટા અને શ્રી હર્ષ મલ્હોત્રાનું સ્વાગત કર્યું હતું.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2024616)
Visitor Counter : 140
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam