કાયદો અને ન્યાય મંત્રાલય
કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી અર્જુન રામ મેઘવાલે કાયદા અને ન્યાય મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો
"માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા માર્ગદર્શિત, હું સમર્પણ અને પ્રામાણિકતા સાથે લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છું": શ્રી અર્જુન રામ મેઘવાલ
Posted On:
11 JUN 2024 4:46PM by PIB Ahmedabad
કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી અર્જુન રામ મેઘવાલે આજે નવી દિલ્હીમાં કાયદા અને ન્યાય મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. પદાધિકારીઓ તેમજ કર્મચારીઓને સંબોધતા શ્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, "માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ હું સમર્પણ અને પ્રામાણિકતા સાથે લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છું તથા કાયદો અને ન્યાય મંત્રાલય વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપશે."
તેમણે કહ્યું કે "૩ નવા ગુનાહિત કાયદા માટે લોકોમાં જાગૃતિ લાવવી એ અમારી પ્રાથમિકતા છે, જે ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "લોકોને અદાલતોમાં ઝડપી ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા છે."
શ્રી મેઘવાલનો જન્મ 20મી ડિસેમ્બર, 1953ના રોજ થયો હતો અને તેઓ રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતક છે. તેઓ લો ગ્રેજ્યુએટ છે અને ફિલિપાઇન્સ યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કરી ચૂક્યા છે. શ્રી મેઘવાલ રાજસ્થાનનાં નિવૃત્ત આઈએએસ અધિકારી છે અને વર્ષ 2009થી અત્યાર સુધી લોકસભામાં બિકાનેર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં ચોથી વખત સાંસદ બન્યાં છે. વર્તમાન કાર્યભાર અગાઉ શ્રી અર્જુન રામ મેઘવાલે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી (2016-2017), કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર અને સંસદીય બાબતો (2017-19) રાજ્ય મંત્રી( 2017-19), કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો અને સંસદીય બાબતો (2019-21), કેન્દ્રીય સાંસ્કૃતિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી (2021-2023) તરીકે સેવા આપી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) કાયદા અને ન્યાય રાજ્યમંત્રી સંસ્કૃતિ અને સંસદીય બાબતો (2023-24). શ્રી મેઘવાલ સંસદમાં આવવા-જવા માટે સાઇકલ સવાર તરીકે પ્રસિદ્ધ છે અને તેમને સંસદ રત્ન (3 વખત) અને સંસદ મહારત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2024249)
Visitor Counter : 184