ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
શ્રી ચિરાગ પાસવાને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના કેન્દ્રીય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
प्रविष्टि तिथि:
11 JUN 2024 2:44PM by PIB Ahmedabad
શ્રી ચિરાગ પાસવાને આજે નવી દિલ્હીના પંચશીલ ભવન ખાતે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો.

સચિવ શ્રીમતી અનિતા પ્રવીણે વરિષ્ઠ અધિકારીઓ સાથે મંત્રીનું સ્વાગત કર્યું. પદભાર ગ્રહણ કર્યા બાદ શ્રી ચિરાગ પાસવાને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને યોજનાઓની સમીક્ષા કરી. મંત્રીએ ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયની જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તેઓ પોતાના તમામ પ્રયાસો કરશે અને મંત્રાલયના ઉદ્દેશ્યોને આગળ ધપાવશે. કાર્યભાર સંભાળ્યા પછી, શ્રી પાસવાને તમામ ચાલી રહેલી યોજનાઓ અને મંત્રાલયના ભાવિ આયોજનની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને સરકારની 100 દિવસની યોજનાને પ્રાપ્ત કરવા માટે કામ કરવાના નિર્દેશ આપ્યા.


શ્રી ચિરાગ પાસવાન બિહારના હાજીપુરથી સંસદસભ્ય છે.

AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2024028)
आगंतुक पटल : 202