ચૂંટણી આયોગ

ભારતીય ચૂંટણી પંચે 18મી લોકસભામાં નવા ચૂંટાયેલા સભ્યોની યાદી ભારતના રાષ્ટ્રપતિને સુપરત કરી

Posted On: 06 JUN 2024 6:44PM by PIB Ahmedabad

મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર અને ડો.સુખબીર સિંહ સંધુ સાથે આજે (6 જૂન, 2024) 16.30 કલાકે ભારતના આદરણીય રાષ્ટ્રપતિને મળ્યા હતા. ભારતના ચૂંટણી પંચે જનપ્રતિનિધિ અધિનિયમ 1951ની કલમ 73ની દ્રષ્ટિએ બહાર પાડેલા જાહેરનામાની એક નકલ, જેમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ બાદ લોકોના ગૃહમાં ચૂંટાયેલા સભ્યોના નામ સામેલ છે, તેમના દ્વારા રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00129WJ.jpg

ત્યારબાદ, મુખ્ય ચૂંટણી કમિશનર, બંને ચૂંટણી કમિશનરો અને આયોગના વરિષ્ઠ અધિકારીઓ સામાન્ય ચૂંટણીઓ 2024ના સફળ સંચાલન પછી રાષ્ટ્રપિતાના આશીર્વાદ લેવા રાજઘાટ ગયા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C0Z3.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003K9H4.jpg

AP/GP/JD



(Release ID: 2023286) Visitor Counter : 127