પ્રધાનમંત્રીનું કાર્યાલય
નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેના વિશેષ અને મૂલ્યવાન સંબંધોને રેખાંકિત કર્યા
પ્રધાનમંત્રી મોદીએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી
प्रविष्टि तिथि:
05 JUN 2024 10:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માર્ક રુટે સાથે ટેલિફોન પર વાતચીત થઈ.
પ્રધાનમંત્રી રુટેએ પ્રધાનમંત્રી મોદીને ચૂંટણીમાં સફળતા માટે અભિનંદન આપ્યા અને ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ માટે પ્રધાનમંત્રી રુટેનો આભાર માન્યો અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને આગળ વધારવામાં તેમના અંગત રસ બદલ તેમની પ્રશંસા વ્યક્ત કરી.
નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેના વિશેષ અને મૂલ્યવાન સંબંધોને રેખાંકિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ બંને દેશોના લોકોના હિત માટે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે કામ યથાવત રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2023020)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam