પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશમાં ચાલી રહેલી ગરમીના મોજાની સ્થિતિ અને ચોમાસાની શરૂઆત માટેની તૈયારીઓની સમીક્ષા કરી
પીએમએ આગની ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે નિયમિતપણે યોગ્ય કવાયત ચાલુ રાખવા સૂચના આપી
પીએમએ હોસ્પિટલો અને અન્ય જાહેર સ્થળોનું ફાયર ઓડિટ અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ નિયમિતપણે કરવા સૂચના આપી
PMને માહિતી આપવામાં આવી કે દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસું સામાન્ય અને સામાન્ય કરતાં વધુ અને દ્વીપકલ્પના ભારતના ભાગોમાં સામાન્યથી ઓછું રહેવાની સંભાવના
Posted On:
02 JUN 2024 3:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને દેશમાં ચાલી રહેલી ગરમીના મોજા (હીટવેવ)ની સ્થિતિ અને ચોમાસાની શરૂઆત માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે IMDની આગાહી મુજબ, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. આ વર્ષે, ચોમાસું દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય અને સામાન્ય કરતાં વધુ અને દ્વીપકલ્પના ભારતના ભાગોમાં સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.
પ્રધાનમંત્રીએ સૂચના આપી છે કે આગની ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે યોગ્ય કવાયત નિયમિત ધોરણે થવી જોઈએ. હોસ્પિટલો અને અન્ય જાહેર સ્થળોનું ફાયર ઓડિટ અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ નિયમિતપણે હાથ ધરવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જંગલોમાં ફાયર-લાઇનની જાળવણી અને બાયોમાસના ઉત્પાદક ઉપયોગ માટે નિયમિત કવાયતનું આયોજન કરવું આવશ્યક છે.
પ્રધાનમંત્રીને વન અગ્નિની સમયસર ઓળખ અને તેના વ્યવસ્થાપનમાં “વન અગ્નિ” પોર્ટલની ઉપયોગીતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
પીએમના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, ડીજી એનડીઆરએફ અને સભ્ય સચિવ, એનડીએમએ તેમજ પીએમઓ અને સંબંધિત મંત્રાલયોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2022524)
Visitor Counter : 126
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam