માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
એક્રેડિટેડ ડ્રાઇવર ટ્રેનિંગ સેન્ટર (એડીટીસી) અને ડ્રાઇવિંગ સ્કૂલ્સ સંબંધિત સ્પષ્ટતા
Posted On:
01 JUN 2024 1:52PM by PIB Ahmedabad
મીડિયાના કેટલાક વિભાગોમાં પ્રસારિત થઈ રહેલા સમાચારોના સંદર્ભમાં, તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિયમો 31 બી થી 31જે કે જેમાં એક્રેડિટેડ ડ્રાઇવર ટ્રેનિંગ સેન્ટર્સ (એડીટીસી) ની આસપાસ જોગવાઈઓ સૂચવવામાં આવી હતી તે સેન્ટ્રલ મોટર વાહન નિયમો (સીએમવીઆર), 1989માં 07.06.2021ના જીએસઆર 394 (ઇ) દ્વારા 01.07.2021થી લાગુ છે અને 01.06.2024થી કોઈ ફેરફારની કલ્પના કરવામાં આવી નથી.
એવું પણ પુનરાવર્તન કરવામાં આવ્યું છે કે મોટર વ્હીકલ્સ (એમવી) એક્ટ, 1988ની કલમ 12 મોટર વાહનોના ડ્રાઇવિંગમાં શિક્ષણ આપવા માટે શાળાઓ અથવા સંસ્થાઓના લાઇસન્સિંગ અને નિયમનની જોગવાઈ કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓ કે સંસ્થાઓ માટે પેટાવિભાગ (5) અને (6) ઉમેરવાથી તેમાં મોટર વાહન (સુધારા) ધારા, 2019 મારફતે સુધારો કરવામાં આવ્યો હતો.
સીએમવીઆર, 1989ના નિયમ 126માં ઉલ્લેખિત કોઈ પણ પરીક્ષણ એજન્સીની ભલામણો પર રાજ્ય પરિવહન સત્તામંડળ અથવા કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કોઈ પણ અધિકૃત એજન્સી દ્વારા આ પ્રકારની એડીટીસીને માન્યતા આપી શકાય છે. સીએમવીઆર, 1989ના નિયમ 31ઇના પેટા-નિયમ (iii) હેઠળ અભ્યાસક્રમની સફળતાપૂર્વક સમાપ્તિ પર એડીટીસી દ્વારા જારી કરવામાં આવેલ પ્રમાણપત્ર (ફોર્મ 5બી) આ પ્રકારના પ્રમાણપત્રને સીએમવીઆર, 1989ના નિયમ 15ના પેટા-નિયમ (2)ની જોગવાઈ હેઠળ ડ્રાઇવિંગ ટેસ્ટની આવશ્યકતામાંથી મુક્તિ આપે છે.
સીએમવીઆર, 1989ના નિયમ 24 હેઠળ સ્થપાયેલી અન્ય પ્રકારની ડ્રાઇવિંગ શાળાઓ,એડીટીસીની સરખામણીએ ઓછી કડક જરૂરિયાતો ધરાવતી સીએમવીઆર, 1989ના નિયમ 27ના પેટા-નિયમ (ડી) દ્વારા અભ્યાસક્રમ (ફોર્મ 5) સફળતાપૂર્વક પૂર્ણ થવા પર પ્રમાણપત્ર આપે છે. જો કે, આ પ્રમાણપત્ર તેના ધારકને સીએમવીઆર, 1989ના નિયમ 15ના પેટા-નિયમ (2)ની જોગવાઈ હેઠળ ડ્રાઇવિંગ ટેસ્ટની આવશ્યકતામાંથી મુક્તિ આપતું નથી.
સીએમવીઆર, 1989ના નિયમ 14 હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની અરજીની સાથે ફોર્મ 5 અથવા ફોર્મ 5બી લાગુ પડે છે.
ઉપર પેરા 3માં ઉલ્લેખિત ડ્રાઇવિંગ ટેસ્ટની આવશ્યકતામાંથી મુક્તિ મળે તો પણ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરવાની સત્તા લાઇસન્સિંગ ઓથોરિટી પાસે રહેશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2022435)
Visitor Counter : 139