સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ડીઓટીએ માત્ર સેવાઓ અને વ્યવહારિક વૉઇસ કૉલ્સ માટે અલગ નંબરની શ્રેણી ફાળવી


નવી 160xxxxxxx નંબર સીરિઝ 10 ડિજીટ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ટેલીમાર્કેટર્સ તરફથી અણગમતા વૉઇસ કૉલ્સને રોકવામાં મદદ મળશે

Posted On: 30 MAY 2024 7:47PM by PIB Ahmedabad

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ સર્વિસ/ટ્રાન્ઝેક્શનલ કોલ્સ કરવા માટે એક નવી નંબરની સીરિઝ, 160xxxxxxx રજૂ કરી છે. આ પહેલ નાગરિકોને આવા કાયદેસર કૉલ્સને સરળતાથી ઓળખવાની રીત પ્રદાન કરવાની દિશામાં એક પગલું છે.

પ્રમોશનલ/સેવા/ટ્રાન્ઝેક્શનલ વૉઇસ કૉલ્સ કરવા માટે હાલમાં 140xxxxxx શ્રેણી ટેલિમાર્કેટર્સને ફાળવવામાં આવી છે. પ્રમોશનલ કોલ્સ માટે 140xx સીરીઝનો વ્યાપકપણે ઉપયોગ થતો હોવાથી, ગ્રાહકો સામાન્ય રીતે આવા કોલ્સનો પ્રતિસાદ આપતા નથી અને ઘણા મહત્વપૂર્ણ સેવા/ટ્રાન્ઝેક્શનલ કોલ્સ ચૂકી જાય છે. આના પરિણામે સેવા/ટ્રાન્ઝેક્શનલ કોલ્સ કરવા માટે વાસ્તવિક સંસ્થાઓ દ્વારા નિયમિત 10-અંકના નંબરોનો વ્યાપક ઉપયોગ થયો છે. આનાથી છેતરપિંડી કરનારાઓને 10-અંકના નંબરનો ઉપયોગ કરીને ગ્રાહકોને છેતરવાની તક મળી.

તેથી, ગ્રાહકોમાં આત્મવિશ્વાસ પેદા કરવા અને 10-અંકના અજાણ્યા નંબરોમાંથી ઉદ્ભવતા સ્પામ કૉલ્સ અને અસલ પ્રિન્સિપલ એન્ટિટીઝના અસલી સેવા/ટ્રાન્ઝેક્શનલ કૉલ્સ વચ્ચેનો તફાવત પારખવા માટે તેમને સક્ષમ બનાવવા માટે, ટ્રાન્ઝેક્શનલ વૉઇસ કૉલ્સની સેવા પૂરી પાડવા માટે અલગ નંબર શ્રેણીની જરૂર હતી.

આ જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે, DoTએ એક નવી નંબરિંગ સિરીઝની ફાળવણી કરી છે, એટલે કે, 160xxxxxxx જેનો ઉપયોગ પ્રિન્સિપલ એન્ટિટીઝ દ્વારા સેવા/ટ્રાન્ઝેક્શનલ વૉઇસ કૉલ્સ માટે જ કરવામાં આવશે. સેવા/ટ્રાન્ઝેક્શનલ કૉલ્સ વિરુદ્ધ અન્ય પ્રકારના કૉલ્સ વચ્ચેનો આ સ્પષ્ટ તફાવત નાગરિકો માટે તેમના સંચારનું સંચાલન કરવાનું સરળ બનાવશે. હવે, ઉદાહરણ તરીકે, RBI, SEBI, PFRDA, IRDA, વગેરે જેવી નાણાકીય સંસ્થાઓ પાસેથી સેવા/ટ્રાન્ઝેક્શનલ કૉલ્સ 1601થી શરૂ થશે.

ટેલિકોમ સેવા પ્રદાતાઓ (TSP) 160 શ્રેણીમાંથી નંબર અસાઇન કરતા પહેલા દરેક એન્ટિટીની પર્યાપ્ત ચકાસણીની ખાતરી કરશે અને એન્ટિટી ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન (TCCCPR), 2018 મુજબ માત્ર સેવા/ટ્રાન્ઝેક્શનલ કૉલ્સ માટે તેનો ઉપયોગ કરવાની બાંયધરી લેશે.

ગ્રાહકોને 160xxxxxx શ્રેણીમાંથી કૉલની કાયદેસરતામાં વધુ વિશ્વાસ હોઈ શકે છે, જેનાથી કૌભાંડનો ભોગ બનવાના જોખમને ઘટે છે. કોઈપણ શંકાસ્પદ છેતરપિંડીના સંદેશાવ્યવહાર માટે, નાગરિકોને સંચાર સાથી (www.sancharsaathi.gov.in) પર ચક્ષુ સુવિધા પર તેની જાણ કરવાની સલાહ આપવામાં આવે છે.

DoT ગ્રાહકોને અનિચ્છનીય પ્રમોશનલ કૉલ્સને બ્લૉક કરવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (TRAI) ડુ નોટ ડિસ્ટર્બ (DND) ફીચરને સક્રિય કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી સ્પામ સામે તેમની સુરક્ષા વધી જાય છે.

નવી નંબર સ્કીમ પર વિગતો

(https://dot.gov.in/accessservices/allocation-separate-numbering-series-exclusively-service-and-transactional-voice)

સર્વિસ કૉલ એટલે પ્રાપ્તકર્તાને તેની સંમતિથી અથવા તે ઉદ્દેશ્ય સાથે રજિસ્ટર ટેમ્પલેટનો ઉપયોગ કરીને કરવામાં આવેલો વૉયસ કૉલ છે, જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય એક વ્યાપારી વ્યવહારને સુવિધાજનક બનાવવો, પૂર્ણ અથવા પુષ્ટિ કરવાનો છે કે જે પ્રાપ્તકર્તાએ પ્રેષક સાથે દાખલ કરવા માટે અગાઉ સંમતિ આપી હોય. ; અથવા પ્રાપ્તકર્તા દ્વારા ઉપયોગમાં લેવાતી અથવા ખરીદેલી કોમર્શિયલ પ્રોડક્ટ અથવા સેવાના સંદર્ભમાં વોરંટી માહિતી, પ્રોડક્ટ રિકોલ માહિતી, સલામતી અથવા સુરક્ષા માહિતી પ્રદાન કરવાની છે;

ટ્રાન્ઝેક્શનલ કૉલનો અર્થ એવો થાય છે કે વૉઇસ કૉલ જે પ્રમોશનલ નથી અને તે તેના પોતાના ગ્રાહકો અથવા ખાતાધારકોને ચેતવણી આપવાના હેતુ માટે છે અને વૉઇસ કૉલ દ્વારા સંદેશાવ્યવહાર કરવા માટેની માહિતી પ્રકૃતિમાં મહત્વપૂર્ણ છે;

પ્રમોશનલ કૉલ એટલે વ્યાપારી સંચાર વૉઇસ કૉલ કે જેના માટે પ્રેષકે તેને આવા વૉઇસ કૉલ્સ કરવા માટે પ્રાપ્તકર્તા પાસેથી કોઈ સ્પષ્ટ સંમતિ લીધી નથી.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2022269) Visitor Counter : 37