ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ લોકસભા ચૂંટણી અંતર્ગત આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, તમામને મતદાનના અધિકારનો પ્રયોગ કરવાનો આગ્રહ કર્યો
"મત આપવો એ આપણી ફરજ અને અધિકાર છે" - ઉપરાષ્ટ્રપતિ
ભારત દુનિયાનું સૌથી જીવંત, સક્રિય અને પ્રભાવી લોકતંત્ર છે - ઉપરાષ્ટ્રપતિ
Posted On:
25 MAY 2024 12:10PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખરે આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત નવી દિલ્હીમાં CPWD સર્વિસ સેન્ટર, નોર્થ એવન્યુ ખાતે સ્થાપિત મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
મતદાન કર્યાં બાદ ઉપરાષ્ટ્રપતિ ધનખરે કહ્યું કે, લોકતંત્રના આ મહાપર્વમાં મતદાન કરવું “આપણી ફરજ અને અધિકાર બંને છે.”
ભારતને "સૌથી જીવંત, સક્રિય અને અસરકારક લોકશાહી" તરીકે વર્ણવતા શ્રી ધનખરે કહ્યું કે "ભારત વિશ્વ માટે એક ઉદાહરણ છે" અને દરેકને તેમના મતાધિકારનો ઉપયોગ કરીને તેમની બંધારણીય ફરજ નિભાવવા વિનંતી કરી.
ઇવેન્ટના ફોટોગ્રાફ્સ જોડવામાં આવ્યા છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2021588)
Visitor Counter : 134