ચૂંટણી આયોગ
azadi ka amrit mahotsav

ભારતીય ચૂંટણી પંચે પોતાનું સમગ્ર ધ્યાન મતદારોના મતદાનને વધારવા પર કેન્દ્રિત કર્યું છે


પંચના અત્યાર સુધીના સૌથી મોટી જાગરુકતા અને સુવિધાનાં ઉપાયોને વધુ મજબુત બનાવવામાં આવી રહ્યા છે

જાહેર / ખાનગી સંસ્થાઓ, સેલિબ્રિટીઓ મતદાતાઓ સાથેના સંપર્ક ઝુંબેશમાં જોડાય છે

આઇએમડીના અહેવાલો મુજબ ત્રીજા તબક્કા માટે સામાન્ય હવામાનની આગાહી; ગરમ હવામાનની સ્થિતિને પહોંચી વળવા માટેના ખાસ પગલાં

Posted On: 03 MAY 2024 9:42PM by PIB Ahmedabad

ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનમાં થયેલા સામાન્ય ઘટાડાને દૂર કરવા માટે મતદાતાઓની ભાગીદારીના હસ્તક્ષેપને બમણો કરી દીધી છે. અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે, જે ભારતમાં ચૂંટણીની ભાગીદારીના ઇતિહાસની તુલનાએ સૌથી સારું છે, પરંતુ 2019ના ઉચ્ચ માપદંડો કરતાં કંઈક અંશે પાછળ છે. ઇસીઆઈના ચૂંટણી વ્યવસ્થાપનના પ્રયત્નોના કેન્દ્રમાં મતદારોનું મતદાન કેન્દ્ર છે. 

ઇસીઆઈ આગામી 5 તબક્કાઓમાં મતદાનની ટકાવારી વેગ આપવા માટે શક્ય તમામ હસ્તક્ષેપો હાથ ધરવા કટિબદ્ધ છે. સીઈસી શ્રી રાજીવ કુમાર, ચૂંટણી પંચ શ્રી જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ શ્રી સુખબીર સિંહ સંધુની આગેવાનીમાં પંચ મુખ્ય ચૂંટણી કમિશનના વરિષ્ઠ અધિકારીઓીની સાથે આ ઉદ્દેશ માટે વધારાની પહેલોના સેટનું નેતૃત્વ કરી રહ્યું છે.

સીઈસી શ્રી રાજીવ કુમારની આગેવાની હેઠળની સ્વીપ ઝુંબેશની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે મુખ્ય વિભાગો, કોર્પોરેટ્સ, સેલિબ્રિટીઝ અને સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક સહયોગ કરવામાં આવી રહ્યો છે. પંચે છેલ્લા એક વર્ષ દરમિયાન તેના મુખ્ય કાર્યક્રમ સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (એસવીઇઇપી)ને ઊર્જાત્મક રીતે ચલાવ્યો છે, જેમાં તેના ત્રણ ભાગો છે: માહિતી, પ્રેરણા અને સુવિધા, અને વિશેષ રુપથી લોકસભાની ચૂંટણી પહેલા ભાર આપવામાં આવ્યું છે. રાજ્યો અને જિલ્લાઓએ ઓછા મતદાનવાળા મતવિસ્તારોને લક્ષ્યમાં રાખીને ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન (ટીઆઇપી) યોજના હેઠળ નાગરિકોની ભાગીદારીને વેગ આપવા માટે વિવિધ સ્થાનિક વિશિષ્ટ હસ્તક્ષેપો હાથ ધર્યા છે. તાજેતરના અઠવાડિયામાં દેશભરમાં ગુંજી ઉઠેલા કેટલાક સામૂહિક અભિયાનો પરિશિષ્ટ Aમાં છે.

કમિશન બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલાક મહાનગરોમાં મતદાનના સ્તરથી નિરાશ છે, જે ભારતના હાઈ-ટેક શહેરમાં ઉદાસીનતાના કઠોર સ્તર તરફ નિર્દેશ કરે છે. એનસીઆરના શહેરોનું પ્રદર્શન પણ સારું રહ્યું નથી. ઇસીઆઈએ ગયા મહિને દિલ્હીમાં ઘણા મેટ્રો કમિશનરોને ભેગા કર્યા હતા, જેથી શહેરી ઉદાસીનતા સામે લડવાની વ્યૂહરચના તૈયાર કરી શકાય. એક વિશિષ્ટ એક્શન પ્લાન હાથ ધરવામાં આવ્યો છે. આયોગને આશા છે કે, આગામી તબક્કામાં મતદાન કરવા જઇ રહેલા શહેરી કેન્દ્રો બાજી પલ્ટી નાખશે. કમિશન સંબંધિત શહેરના વહીવટ સાથે સતત સંપર્ક બનાવી રાખશે.

પ્રથમ તબક્કામાં મતદાનમાં થયેલા ઘટાડાને પગલે પંચે મહારાષ્ટ્ર, બિહાર, યુપી અને રાજસ્થાન અને કર્ણાટકના રાજ્યના સીઇઓને મતદાનની ટકાવારી વધારવા માટે વધારાની યોજનાઓ તૈયાર કરવાા  નિર્દેશ આપ્યા હતા. પંચે મતદાન વધારવાની રીતોની ઓળખ કરવા માટે ત્રીજા અને ચોથા તબક્કામાં ઓછા મતદાન ધરાવતા જિલ્લાઓના ડીઇઓ (2019ના આંકડાના આધારે) સાથે વન ટૂ વન સંવાદ પણ યોજ્યો હતો. 

ચૂંટણી પ્રક્રિયા પર હીટવેવની અસર, ખાસ કરીને ત્રીજા તબક્કા દરમિયાન મતદારોના મતદાન પર વિચાર કરવા માટે ઇસીઆઈએ પહેલાં જ આઇએમડીના ટોચના નિષ્ણાતો, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સાથે બેઠક યોજી હતી. આઇએમડી દ્વારા પૂરા પાડવામાં આવેલા પ્રયોગમૂલક પુરાવા મુજબ, 7 મે, 2024ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે હીટવેવના સંદર્ભમાં કોઈ મોટી ચિંતા નથી. ત્રીજા તબક્કામાં યોજાનારા  મતદાન માટે 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાનની આગાહીની સ્થિતિ સામાન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મતદારોને ગરમ હવામાનમાં શક્ય તેટલી શ્રેષ્ઠ સુવિધા પ્રદાન કરવામા આવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે સલાહકારોનો એક વ્યાપક વિશિષ્ટ સમૂહ હાજર છે.

પંચ મતદાનના દરેક તબક્કા પછી મતદારોના મતદાનના આંકડા સમયસર જાહેર કરવાને યોગ્ય મહત્વ આપે છે. ઇસીઆઈના કાર્યમાં જાહેરાતો અને પારદર્શિતા એ પ્રમાણભૂત પદ્ધતિઓ છે. વૈધાનિક જરૂરિયાતો અનુસાર ફોર્મ 17સીમાં દરેક મતદાન મથક પર સંપૂર્ણ સંખ્યામાં મતદાન નોંધાવવાનું રહેશે. પારદર્શિતાના મજબૂત પગલા તરીકે, ફોર્મ 17 સીની નકલો, પ્રિસાઇડિંગ ઓફિસર અને તમામ હાજર પોલિંગ એજન્ટો દ્વારા યોગ્ય રીતે સહી કરવામાં આવી છે, તે તમામ વર્તમાન પોલિંગ એજન્ટો સાથે શેર કરવામાં આવે છે. આમ, મતવિસ્તારની વાત છોડો, મતદાનની વાસ્તવિક સંખ્યાના બૂથ વાર ડેટા પણ ઉમેદવારો પાસે ઉપલબ્ધ છે, જે એક વૈધાનિક આવશ્યકતા છે.

 

અન્ય હિતધારકો અને મીડિયા માટે ડિસ્ક્લોઝર પહેલ સ્વરૂપે રાજ્ય/પીસી/એસી વાર કામચલાઉ મતદાનના આંકડા ઇસીઆઈ વોટર ટર્નઆઉટ એપ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેને નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. આયોગ સમયસર મતદારોના મતદાનના આંકડા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે જે આગામી તબક્કાઓમાં મીડિયા અને અન્ય હિસ્સેદારો માટે ઉપયોગી છે.

પરિશિષ્ટ A
હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024માં, ભારતના ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીઓ 2024માં ભાગીદારી વધારવા માટે અત્યાર સુધીની સૌથી મોટા મતદાર જાગૃતિ અને આઉટરીચ અભિયાન શરૂ કર્યું છે. આ લક્ષિત પહોંચ પહેલોના ભાગરૂપે, વિવિધ જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓએ પ્રો-બોનો ધોરણે કમિશન સાથે સહયોગ કર્યો છે. પેઇડ એડવર્ટાઇઝિંગ, હિમાયત અને સેલિબ્રિટીઝ સાથેની ભાગીદારીના ન્યાયપૂર્ણ મિશ્રણે આ પહેલને આગળ ધપાવી છે.

સીઈસી રાજીવ કુમારે યુવાનોને મત આપવા અને ચૂંટણી એમ્બેસેડર બનવાની હાકલ કરી હતી, તેનો સંકેત લઈને ઇસીઆઈના સોશિયલ મીડિયા સેલે સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે "હું ચૂંટણી એમ્બેસેડર છું". કન્ટેન્ટ ક્રિએટર્સ, ઈન્ફ્લુએન્સર અને સેલિબ્રિટીઝ સહિત સોશિયલ મીડિયા પર કોઈ પણ આ કારણને પ્રમોટ કરવા માટે ક્રિએટિવ રીલ્સ અને મીમ્સ શેર કરી શકે છે. લોકપ્રિય પ્રભાવકો અને વ્યક્તિગત સામગ્રી નિર્માતાઓ પહેલાથી જ તેમની રચનાઓ સાથે જોડાયા છે. ઉપયોગકર્તાઓ તેમની સર્જનાત્મકતા અને સામગ્રીને #MainBhiElectionAmbassador હેશટેગ્સ સાથે શેર કરી શકે છે. સારી એન્ટ્રીઓને ઇસીઆઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર્શાવશે. 

પંચ મતદાતાઓની જાગૃતિ અને ભાગીદારી વધારવાના પ્રયત્નો અને તેમની પહેલ માટે વિવિધ ભાગીદારો અને સહયોગીઓનો આભારી છે. કેટલીક પહેલો નીચે મુજબ છે: 

1. બીસીસીઆઈના સહયોગથી, આઈપીએલ 2024 દરમિયાન જુદા જુદા સ્ટેડિયમોમાં મતદાર જાગૃતિ સંદેશાઓ અને ગીતો વગાડવામાં આવી રહ્યા છે. સ્ટેન્ડીસ પ્રદર્શિત કરવામાં આવે છે, અને મતદાતા જાગૃતિના સંદેશાઓને ક્રિકેટની કોમેન્ટ્રીમાં સંકલિત કરવામાં આવે છે. આઇપીએલની 10 ટીમોના ક્રિકેટરોએ મતદારોને રેકોર્ડેડ મતદાર જાગૃતિ સંદેશાઓ સાથે લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા, જેને ઇસીઆઈના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યા છે. ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ઇસીઆઈના નેશનલ આઇકોન સચિન તેંડુલકર દ્વારા અગાઉથી રેકોર્ડ કરવામાં આવેલા વીડિયો મેસેજમાં મતદાતાઓની પ્રતિજ્ઞાનું સંચાલન આઇપીએલના વિવિધ સ્થળોએ કરવામાં આવી રહ્યું છે.

2. સામાન્ય ચૂંટણી અંગે મતદાતાઓને માહિતગાર કરવા અને જાગૃત કરવાની સાથે-સાથે તેમણે લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવા માટે ભારતભરમાં ફેસબુક યૂઝર્ને મતદાનના દિવસનું એલર્ટ મોકલવામાં આવ્યું હતું. 

3. ઇસીઆઈ દ્વારા દેશભરમાં વિશાળ અને વૈવિધ્યસભર લોકો સુધી પહોંચવા માટે પોસ્ટ અને બેંકિંગ સંસ્થાઓનો વિશાળ નેટવર્ક ઓફિસોનો કરવામાં આવ્યો હતો.

a. પોસ્ટ વિભાગ પાસે 1.6 લાખથી વધુ પોસ્ટ ઓફિસ અને 1000 એટીએમ અને 1000 ડિજિટલ સ્ક્રીન છે.
b. જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકિંગ સંસ્થાઓમાં 1.63 લાખથી વધુ બેંક શાખાઓ અને 2.2 લાખ એટીએમ છે.

4. રેલવે મંત્રાલયના સહયોગથી સંસદીય ચૂંટણી અભિયાનનો લોગો "ચૂંટણીનો પર્વ, દેશનું ગૌરવ"ને આઈઆરસીટીસી પોર્ટલ અને ટિકિટ સાથે જોડવામાં આવ્યો છે, રેલવે સ્ટેશનો પર સ્વીપ ક્રિએટિવ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે અને રેલવે સ્ટેશનની જાહેરાતોમાં મતદાતા જાગૃતિ સંદેશાઓનો સમાવેશ થાય છે. લોગો સ્ટીકરોનો ઉપયોગ કોચમાં પણ કરવામાં આવે છે. 

5. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી 16,000 જેટલા રિટેલ પેટ્રોલ પંપો પર મતદાર જાગૃતિ અંગેના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

6. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સહયોગથી, એરલાઇન્સ આગામી ચૂંટણીઓમાં ભાગ લેવા માટે અપીલ સંદેશ સાથે ઇનફ્લાઇટ જાહેરાત કરી રહી છે. વિમાનની સીટના પોકેટમાં મતદાર માર્ગદર્શિકા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અનેક એરપોર્ટ પર મતદાર જાગૃતિના સંદેશાઓ પ્રદર્શિત કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, લખનઉ, પટના, ચંદીગઢ વગેરે 10 મોટા શહેરોના એરપોર્ટ પર સેલ્ફી-પોઇન્ટ લગાવવામાં આવ્યા છે.

7. જાહેર સેવા જાગૃતિ (પીએસએ) ફિલ્મના ભાગરૂપે, દેશભરના સિનેમા થિયેટરો નિયમિત અંતરાલે ઇસીઆઈ મતદાર જાગૃતિની ફિલ્મો અને ઇસીઆઈ ગીત મૈં ભારત હૂં, હમ ભારત કે મતદાતા હૈ વગાડી રહ્યા છે 

8. અમુલ અને મધર ડેરી 'ચૂંટણીનું પર્વ, દેશનું ગૌરવ' સંદેશ સાથે તેમના દૂધના પાઉચનું બ્રાન્ડિંગ શરૂ કર્યું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મતદારોને પ્રોત્સાહિત કરવાનું પણ શરૂ કર્યું છે. AMUL અખબારોમાં અમૂલ ગર્લ ટોપિકલ જાહેરાત દ્વારા પોતાના અનન્ય સંદેશા સાથે મતદારોને પ્રોત્સાહિત પણ કરી રહ્યાં છે. 

9. સંસદ ટીવી દેશના અંતરિયાળ ખૂણામાં ચૂંટણી તંત્ર દ્વારા મુશ્કેલ વિસ્તારોમાં જઈને સ્થાપિત કરવામાં આવેલા યુનિક પોલિંગ સ્ટેશનો પર ટૂંકી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનું નિર્માણ છેલ્લા માઇલ સુધી મતદાન સુનિશ્ચિત કરવામાં પડકારોને દર્શાવવા માટે કરવામાં આવ્યું છે. 

10. ટેલિકોમ ઓપરેટર્સ જેમ કે ભારત સંચાર નિગમ લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ, જિયો ટેલિકમ્યુનિકેશન, વોડાફોન-આઈડિયા લિમિટેડ દેશભરમાં સારી રીતે જોડાયેલા મોબાઈલ નેટવર્ક દ્વારા એસએમએસ મોકલીને મતદાતા જાગૃતિની પ્રવૃત્તિમાં યોગદાન આપી રહી છે.

11. મ્યુઝિક એપ સ્પોટિફાઇ અને બાઇક એપ રેપિડો તેમના પ્લેટફોર્મ અને ચેનલો પર મતદાર જાગૃતિ સંદેશાઓ માટે ઓનબોર્ડ કરવામાં આવ્યા છે જેમાં સ્પોટિફાઇએ મતદારોને પ્રોત્સાહિત કરવા માટે "ઇલેક્શન પ્લેલિસ્ટ" બનાવ્યું છે, અને રેપિડો મતદારોને મતદાન માટે મફત સવારી સાથે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

12. ઝોમેટો અને સ્વિગી જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મેએ પણ તેમની વિશિષ્ટ શૈલીમાં મતદાર જાગૃતિ સંદેશાઓને પ્રસારિત કરવા માટે ઇસીઆઈ સાથે ભાગીદારી કરી છે.

13. "ચૂંટણીનું પર્વ, દેશનું ગૌરવ" થીમ સાથે એક વ્યાપક 360-ડિગ્રી મલ્ટિમીડિયા અભિયાન ચાલી રહ્યું છે. આ ઝુંબેશમાં સામેલ છેઃ

a. ટીવી કમર્શિયલ્સ: સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ્સ જેમાં નેશનલ આઇકોનને સચિન તેંડુલકર, રાજકુમાર રાવ, તેમજ અભિનેતા આયુષ્માન ખુરાના અને વિજય વર્મા, નોન-સેલિબ્રિટી ટીવીસી સામેલ છે. આ ઉપરાંત ડીડી દ્વારા સોશિયલ મીડિયા અને તેની ચેનલો માટે શોર્ટ ફિલ્મો અને વીડિયોનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે.

b. પ્રિન્ટ મીડિયા: મુખ્ય અખબારો સ્ટ્રીપ, ક્વાર્ટર, અડધાથી લઈને પૂર્ણ-પાનાના ફોર્મેટ સુધીની જાહેરાતો પ્રકાશિત કરી રહ્યા છે, જે 1 એપ્રિલ, 2024થી શરૂ થઈ ગઈ છે.

c. રેડિયોઃ રેડિયો જિંગલ, વોક્સ પૉપ પ્રોગ્રામ, આરજે મેન્શન, સેલિબ્રિટી ઈન્ટરવ્યુ, ઈન્ફ્લુએન્સર એન્ગેજમેન્ટ અને સોશિયલ મીડિયા મેસેજિંગ વિવિધ રેડિયો સ્ટેશનોના પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યા છે.

d. સોશિયલ મીડિયાઃ ભારતના ચૂંટણી પંચ (ઇસીઆઈ)ના સહયોગથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ટ્રેન્ડી અને ખુલાસાત્મક વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. ટીવીસીની સાથે-સાથે "માય વોટ માય ડ્યુટી" મોન્ટાજ અને વ્યક્તિગત ફિલ્મો, રાષ્ટ્રીય ચિહ્નોની વિશેષતાવાળા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યાં છે.

e. આઉટડોર ઝુંબેશ: ભારતીય રેલવે સાથે ટ્રેન રેપિંગની પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં વધુ પેઇડ આઉટડોર ઝુંબેશની યોજના છે.

f. સાર્વજનિક પ્રસારણકર્તા: ડીડી અને આકાશવાણીની વિવિધ ચેનલો પર ક્રિએટિવ થિમેટિક કન્ટેન્ટ ચલાવવામાં આવી રહ્યાં છે, તેની સાથે એલ-બેન્ડ બ્રાન્ડિંગ, મગ બ્રાન્ડિંગ, ચૂંટણીનું પર્વ, દેશનું ગૌરવ લોગો બગને શો દ્વારા સામેલ કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત, વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વતંત્ર પહેલ પણ કરવામાં આવી છે, જેમ કે

1.એનડીટીવીએ યુવાનોને મત આપવાની જરૂરિયાત વિશે જાગૃત કરવા અને 18 વર્ષની વયના મતદારોને 18મી લોકસભાની ચૂંટણીમાં  તેમની શક્તિ બતાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે #NDTV18KaVote અભિયાન શરુ કરાયું છે. આ ઉપરાંત દૈનિક જાગરણ જમીની સ્તરથી અનોખી ચૂંટણીને લગતી સ્ટોરી લઈને આવી રહ્યું છે. દૂરદર્શન, આકાશવાણી અને સંસદ ટીવીએ પણ ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓ 2024 માટે વિવિધ કાર્યક્રમો અને માહિતીપ્રદ સામગ્રી શરૂ કરી છે.

2. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જૂથે  સર્જનાત્મક એજન્સીઓ અને ડિઝાઇનરો પાસેથી મતદાર જાગૃતિ પર પ્રવેશ માગવા માટે 'પાવર ઓફ ધ પ્રિન્ટ' નામનું એક અભિયાન શરૂ કર્યું છે.

3. પેમેન્ટ્સ એપ ફોનપે એ તેમની એપ્લિકેશનમાં મતદાર જાગૃતિ સંદેશને પણ એકીકૃત કર્યો છે અને મતદારોને સક્રિયપણે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

4. યુવા સંગઠનો જેમ કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનિટ નેશન્સ (આઇઆઇએમયુએન)એ પણ દેશના યુવાનોમાં મતદાર જાગૃતિ અને શિક્ષણમાં વધારો કરવામાં યોગદાન આપ્યું છે.

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2019621) Visitor Counter : 109