રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 4થી 8 મે દરમિયાન હિમાચલ પ્રદેશની મુલાકાતે

Posted On: 03 MAY 2024 6:54PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુ 4થી 8 મે, 2024 દરમિયાન હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ શિમલાના મશોબરા ખાતે રાષ્ટ્રપતિ નિવાસમાં રોકાશે.

રાષ્ટ્રપતિ 6 મેના રોજ ધર્મશાલા ખાતે હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટીના 7મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. 

7 મેના રોજ રાષ્ટ્રપતિ ગેઇટી હેરિટેજ કલ્ચરલ કોમ્પ્લેક્સ, શિમલામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. બાદમાં, તેઓ શિમલાના રાજભવનમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં ભાગ લેશે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2019617) Visitor Counter : 119