વહાણવટા મંત્રાલય
azadi ka amrit mahotsav

જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA)એ 6.43 મિલિયન TEUsનો રેકોર્ડ થ્રુપુટ હાંસલ કર્યો


નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ ટ્રાફિક 85.82 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી ગયો

Posted On: 03 APR 2024 10:57AM by PIB Ahmedabad

ભારતના અગ્રણી કન્ટેનર પોર્ટમાંથી એક,જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA), મુંબઈ, મહારાષ્ટ્રએ નાણાંકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીના સૌથી વધુ 6.43 મિલિયન TEUsનું થ્રુપુટ રેકોર્ડ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 2022-23ના 6.05 મિલિયન TEU માર્કને વટાવીને, પોર્ટ તેની ઉપરની ગતિ યથાવત રાખી છે. તેની સરખામણીમાં, ગયા વર્ષના અનુરૂપ સમયગાળામાં રેકોર્ડ થ્રુપુટ જોવા મળ્યો હતો, જે કુલ થ્રુપુટમાં નોંધપાત્ર 6.27%નો વધારો દર્શાવે છે.

એપ્રિલ-2023થી માર્ચ-2024ના સમયગાળા દરમિયાન JNPA પર હેન્ડલ થયેલો કુલ ટ્રાફિક 85.82 છે.

મિલિયન ટન, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન 83.86 મિલિયન ટનની તુલનાએ 2.33% વધુ છે. જેમાં 78.13 મિલિયન ટન કન્ટેનર ટ્રાફિક અને 7.70 મિલિયન ટન બલ્ક કાર્ગોનો સમાવેશ થાય છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં અનુક્રમે 76.19 મિલિયન ટન કન્ટેનર ટ્રાફિક અને 7.67 મિલિયન ટન બલ્ક ટ્રાફિક હતો.

કન્ટેનર ટ્રાફિકનું વિશ્લેષણથી ખ્યાલ આવે છે કે બીએમસીટી ખાતે 2.03 મિલિયન 2027781 ટીઈયૂ, એપીએમટી ખાતે 1.59 મિલિયન ટીઈયૂ, એનએસઆઈસીટી ખાતે 1.13 મિલિયન ટીઈયૂ, એનએસઆઈજીટી પર 1.11 મિલિયન ટીઈયૂ, એનએસએફટીમાં 0.56 મિલિયન ટીઈયૂ અને એનએસડીટીમાં 7,978 ટીઈયૂને સંભાળવામાં આવ્યા.

જેએનપીએ અધ્યક્ષ, આઈઆરએસ શ્રી ઉન્મેષ શરદ વાળાએ જણાવ્યું હતું કે “અમને આ મહત્વપૂર્ણ સીમાચિહ્નની જાહેરાત કરવામાં ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. તે પોર્ટને એક્ઝિમ વેપાર માટે પ્રીમિયર ગેટવે તરીકે સ્થાપિત કરવા માટેના અમારા સમર્પણને રેખાંકિત કરે છે. આ સિદ્ધિ સેન્ટ્રલાઇઝ્ડ પાર્કિંગ પ્લાઝા, સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને અન્ય વિવિધ પહેલો સહિતની સર્વોચ્ચ સેવાઓ પ્રદાન કરવા માટે અમારી ટીમની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે વ્યવસાય કરવાની સરળતાને સરળ બનાવે છે. હું અમારા તમામ ભાગીદારો અને હિતધારકોનો તેમના સતત વિશ્વાસ અને સમર્થન માટે આભાર માનું છું. જેએનપીએ રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં યોગદાન આપવાના તેના મિશનમાં અડગ રહે છે.”

જેએનપીએ વિશે:
જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (
JNPA) એ ભારતના અગ્રણી કન્ટેનર-હેન્ડલિંગ બંદરોમાંનું એક છે. 26 મે, 1989ના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી, JNPA બલ્ક કાર્ગો ટર્મિનલમાંથી દેશમાં પ્રીમિયર કન્ટેનર પોર્ટ બની ગયું છે. હાલમાં, JNPA પાંચ કન્ટેનર ટર્મિનલ ચલાવે છે - NSFT, NSICT, NSIGT, BMCT અને APMT. પોર્ટમાં સામાન્ય કાર્ગો માટે છીછરા પાણીનો બર્થ અને અન્ય લિક્વિડ કાર્ગો ટર્મિનલ પણ છે જેનું સંચાલન BPCL-IOCL કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવે છે. 277 હેક્ટર જમીનમાં વસેલું, JNPA એક ઝીણવટપૂર્વક ડિઝાઇન કરાયેલ મલ્ટિ-પ્રોડક્ટ SEZ પણ ચલાવે છે. ભારતમાં નિકાસલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કાર્યરાત છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2017016) Visitor Counter : 118