રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ હોળીની પૂર્વ સંધ્યા પર શુભેચ્છા પાઠવી

Posted On: 24 MAR 2024 8:38PM by PIB Ahmedabad

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ હોળીની પૂર્વસંધ્યાએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રપતિએ એક સંદેશમાં કહ્યું છે કે, "હોળીના શુભ પ્રસંગે, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.

હોળી એક જીવંત અને આનંદકારક તહેવાર છે, જે આપણા જીવનમાં આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. હોળીના વિવિધ રંગો આપણા દેશની વિવિધતાનું પ્રતીક છે. આ તહેવાર લોકોમાં પ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ તહેવાર આપણને આપણા સાંસ્કૃતિક વારસાને મજબૂત કરવા માટે પણ પ્રેરણા આપે છે.

રંગોનો આ તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ લાવે અને આપણને બધાને નવા ઉત્સાહ સાથે રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરે એવી શુભેચ્છા."

રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે અહીં ક્લિક કરો - 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2016297) Visitor Counter : 52