સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા સક્રિય

Posted On: 19 MAR 2024 10:06AM by PIB Ahmedabad

18 માર્ચ 2024ના રોજ, ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનોએ બાપટલા જિલ્લાના અદંકી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઇલએફ) એરસ્ટ્રીપ પર કામગીરી હાથ ધરી હતી. એસયુ-30 અને હોક લડવૈયાઓએ સક્રિયતા દરમિયાન ઓવરશૂટ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા, જ્યારે એએન-32 અને ડોર્નિયર પરિવહન વિમાનોએ ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ સ્ટ્રીપ પરથી ઉડાન ભરી હતી. આ સક્રિયતાએ જટિલ બહુમુખી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ), જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય પોલીસ અને ભારતીય વાયુસેના જેવી નાગરિક એજન્સીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય સમન્વય અને સંપર્કનું પ્રદર્શન કર્યું હતું.

આ પહેલા આવી સક્રિયતા 29 ડિસેમ્બર 2022ના રોજ આયોજિત કરાઈ હતી. 4.1 કિમી લાંબી અને 33 મીટર પહોળી કોંક્રિટની એરસ્ટ્રીપનું નિર્માણ ભારતીય વાયુસેના દ્વારા  પૂરા પાડવામાં આવેલા નિર્દેશો મુજબ એનએચએઆઈ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય હવાઈ પટ્ટીઓ દેશના વિવિધ ભાગોમાં પહેલેથી જ કાર્યરત છે, ત્યારે આંધ્રાપ્રદેશમાં આ ઇએલએફ તાજેતરમાં દ્વીપકલ્પ ભારતમાં કાર્યરત કરવામાં આવી છે.

ઇએલએફ હાઇવે એરસ્ટ્રીપ્સ આકસ્મિક પરિસ્થિતિઓ દરમિયાન હવાઈ કામગીરીની ફ્લેક્સિબિલીટી વધારે છે અને દૂર-સુદૂરના વિસ્તારોમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) કામગીરી દરમિયાન અમૂલ્ય સંપત્તિ છે. ભારતીય વાયુસેના, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓઆરટીએચ) સાથે મળીને યોગ્ય સ્થળોએ ઇએલએફનું સર્જન કરવા સંયુક્તપણે કામ કરી રહી છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2015498) Visitor Counter : 124