રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત અને રાજસ્થાનની મુલાકાતે આવશે

Posted On: 11 FEB 2024 8:26PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 12 થી 14 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે.

12 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ ગુજરાતના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે 200મા જન્મોત્સવ - જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહનું સન્માન કરશે. તે જ દિવસે, તેઓ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના 20મા દીક્ષાંત સમારોહને સંબોધશે.

13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, વલસાડની મુલાકાત લેશે. તેઓ ધરમપુર ખાતે ગુજરાતના PVTGના સભ્યો સાથે પણ વાર્તાલાપ કરશે.

14 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ રાજસ્થાનના બેનેશ્વર ધામ ખાતે વિવિધ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી આદિવાસી મહિલાઓના મેળાવડાને સંબોધિત કરશે.

AP/GP/JD


(Release ID: 2005087) Visitor Counter : 161