સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઓબીસી સ્ટેટસ પર સવાલ ઉઠાવતા જાહેર સભામાં રાહુલ ગાંધીના નિવેદનના જવાબમાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસનું નિવેદન

Posted On: 09 FEB 2024 3:21PM by PIB Ahmedabad

એક જાહેર સભા દરમિયાન, શ્રી રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના OBC દરજ્જા પર સવાલ ઉઠાવતું નિવેદન આપ્યું હતું.

નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, આથી સ્પષ્ટ કરે છે કે મોઢ ઘાંચી જાતિ 91 (a) પર મંડલ યાદીમાં છે. ગુજરાત સરકાર દ્વારા 25મી જુલાઈ 1994ના રોજ OBCની રાજ્ય યાદીમાં મોઢ ઘાંચી જાતિના સમાવેશ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે 15.11.1997ના રોજ કેન્દ્ર સરકારને ગુજરાત રાજ્ય માટે ઓબીસીની કેન્દ્રીય યાદીમાં મોઢ-ઘાંચીનો સમાવેશ કરવા માટે સલાહ આપી હતી અને તેના માટે ગેઝેટ નોટિફિકેશન 27.10.1999ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એક્ટ, 1993 મુજબ, ઓબીસીની કેન્દ્રીય યાદીમાં કોઈપણ જાતિ/સમુદાયના સમાવેશ માટે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસની સલાહ સામાન્ય રીતે કેન્દ્ર સરકારને બંધનકર્તા હતી. મોઢ ઘાંચી જાતિ સહિત ગુજરાત રાજ્ય માટે OBCની કેન્દ્રીય યાદીમાં 104 જાતિ/સમુદાય છે.

નોંધનીય છે કે જ્યારે મોઢ-ઘાંચીને ઓબીસીની રાજ્ય યાદીમાં તેમજ ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સમાવવા માટેના ઉપરોક્ત બંને નિર્ણયો લેવામાં આવ્યા હતા, ત્યારે શ્રી નરેન્દ્ર મોદી પાસે કોઈ વિધાયક કે કાર્યકારી હોદ્દો નહોતો.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2004477) Visitor Counter : 147