નાણા મંત્રાલય

ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂત એ ચાર મુખ્ય જાતિઓ છે જેના પર સરકારનું ધ્યાન કેન્દ્રિત: કેન્દ્રીય નાણાં મંત્રી


"સામાજિક ન્યાય એ શાસનનું અસરકારક અને આવશ્યક મોડેલ છે"

'વિકસીત ભારત' એ લોકોની ક્ષમતા અને સશક્તીકરણમાં સુધારો કરવા વિશે છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

Posted On: 01 FEB 2024 12:39PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સરકાર ચાર મુખ્ય જાતિઓ એટલે કે ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂત એ ચાર મુખ્ય જાતિઓ છે જેના પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરવાનું દ્રઢપણે માને છે. શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતાં આ વાત કહી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "તેમની જરૂરિયાતો, તેમની આકાંક્ષાઓ અને તેમનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દેશ પ્રગતિ કરે છે, જ્યારે તેઓ પ્રગતિ કરે છે. ચારેયને તેમના જીવનને વધુ સારું બનાવવા માટે સરકારી સહાયની જરૂર છે અને પ્રાપ્ત થાય છે. તેમનું સશક્તીકરણ અને સુખાકારી દેશને આગળ વધારશે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001K4AX.jpg

 

શ્રીમતી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય એ શાસનનું એક અસરકારક અને આવશ્યક મોડલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભ્રષ્ટાચાર ઘટાડવા પર ભાર મૂકવાથી પારદર્શિતા અને તમામ પાત્ર લોકોને પહોંચાડવાના ફાયદા થયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર'એ ઉપરોક્ત કેવી રીતે હાંસલ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારનું ધ્યાન પરિણામો પર છે, ખર્ચ પર નહીં.

શ્રીમતી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, વિકાસ માટે સરકારનો સર્વાંગી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક અભિગમ વર્ષ 2047 સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવવા સાથે સુસંગત છે. તેમણે ઉમેર્યું હતું કે, આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે આપણે લોકોની ક્ષમતા સુધારવાની અને તેમને સશક્ત બનાવવાની જરૂર છે.

CB/GP/JD



(Release ID: 2001413) Visitor Counter : 92