પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું


"આ સમય નવા સ્વપ્નો, નવા સંકલ્પો અને સતત સિદ્ધિઓ મેળવવાનો છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્યનાં સિદ્ધાંતો હવે વૈશ્વિક કલ્યાણ માટે પૂર્વશરત બની ગયા છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત ઝડપથી બદલાતી દુનિયામાં 'વિશ્વ મિત્ર'ની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વૈશ્વિક સંસ્થાઓ ભારતનાં આર્થિક વિકાસને લઈને ઉત્સાહિત છે"

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છેલ્લાં 10 વર્ષમાં માળખાગત સુધારાઓએ અર્થતંત્રની ક્ષમતા, સામર્થ્ય અને સ્પર્ધાત્મકતામાં વધારો કર્યો છે"

Posted On: 10 JAN 2024 2:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષની સમિટની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' છે અને તેમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનોની ભાગીદારી શામેલ છે. આ સમિટનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા પૂર્વોત્તર ક્ષેત્રમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે એક મંચ તરીકે પણ થઈ રહ્યો છે.

આ પ્રસંગે ઉદ્યોગના અનેક દિગ્ગજોએ સંબોધન કર્યું હતું. આર્સેલરમિત્તલના ચેરમેન શ્રી લક્ષ્મી મિત્તલ, સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાનના પ્રમુખ શ્રી તોશીહિરો સુઝુકી, રિલાયન્સ ગ્રૂપના શ્રી મુકેશ અંબાણી, અમેરિકાની માઇક્રોન ટેક્નોલોજીસના સીઇઓ શ્રી સંજય મેહરોત્રા, અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી સંજય મેહરોત્રા, સાઉથ કોરિયાના સીઇઓ જેફરી ચુન, સાઉથ કોરિયાના સીઇઓ જેફરી ચુન, ટાટા સન્સ લિમિટેડના ચેરમેન શ્રી એન ચંદ્રશેખરન, ડીપી વર્લ્ડના ચેરમેન શ્રી સુલતાન અહમદ બિન સુલેમશ્રી શંકર ત્રિવેદી સીનિયર વી.પી.એનવીડિયા અને ઝીરોધાના સ્થાપક અને સીઈઓ નિખિલ કામતે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું અને તેમની વ્યાવસાયિક યોજનાઓ વિશે માહિતી આપી હતી. વ્યાવસાયિક આગેવાનોએ પ્રધાનમંત્રીના વિઝનની પ્રશંસા કરી હતી.

શ્રી શિન હોસાકા, જાપાનના આંતરરાષ્ટ્રીય બાબતોના વાઇસ મિનિસ્ટર, સાઉદી અરેબિયાના રોકાણના સહાયક મંત્રી શ્રી ઇબ્રાહીમ યૂસેફ અલ મુબારક, શ્રી તારિક અહેમદ, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, દક્ષિણ એશિયા, કોમનવેલ્થ અને યુનાઇટેડ નેશન્સ, યુકે, શ્રી વહાન કેરોબિયાન, અર્થતંત્ર મંત્રી, આર્મેનિયા, આર્થિક બાબતો અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી તિઇત રિઇસાલોમોરોક્કોના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી રયાદ મેઝૌર, નેપાળના નાણાં મંત્રી શ્રી પ્રકાશ શરણ મહાત, વિયેતનામના નાયબ વડાપ્રધાન શ્રી ટ્રાન લુઉ ક્વાંગ, ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી શ્રી પેટ્રા ફિઆલા અને મોઝામ્બિકના પ્રમુખ શ્રી ફિલિપે ન્યુસી, તિમોર લેસ્ટેના પ્રમુખ શ્રી જોસ રામોસ-હોર્ટાએ પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધન કર્યું હતું. સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ અને અબુધાબીના શાસક એચ.આર.એચ.શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પણ સમિટની શરૂઆતમાં પોતાનું સંબોધન કર્યું હતું.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વર્ષ 2024 માટે શુભેચ્છા પાઠવીને શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2047 સુધીમાં ભારતને 'વિકસિત' બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેનાં પરિણામે આગામી 25 વર્ષ દેશનાં અમૃત કાલ થઈ જશે. તેમણે કહ્યું હતું કે, "અત્યારે નવા સ્વપ્નો, નવા સંકલ્પો અને સતત સિદ્ધિઓ મેળવવાનો સમય આવી ગયો છે." તેમણે 'અમૃત કાલ'ની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંયુક્ત આરબ અમીરાતનાં રાષ્ટ્રપતિ અને અબુ ધાબીનાં શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની મુખ્ય અતિથિ તરીકે ભાગીદારી વિશેષ છે, કારણ કે આ ભારત અને યુએઈ વચ્ચેનાં ગાઢ સંબંધોને સૂચવે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત પ્રત્યેના તેમના વિચારો અને સમર્થન હૂંફ અને હાર્દિકતાથી ભરેલા છે કારણ કે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને આર્થિક વિકાસ અને રોકાણ સંબંધિત ચર્ચાઓ માટે વૈશ્વિક પ્લેટફોર્મ બનવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે અક્ષય ઊર્જાનાં ક્ષેત્રમાં સાથ-સહકાર વધારવા, નવીન હેલ્થકેર અને ભારતનાં બંદર માળખાગત સુવિધામાં કેટલાંક અબજ ડોલરનાં રોકાણમાં ભારત-યુએઇની ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગિફ્ટ સિટીમાં યુએઈના સોવરેન વેલ્થ ફંડ દ્વારા કામગીરીની શરૂઆત અને ટ્રાન્સવર્લ્ડ કંપનીઓ દ્વારા વિમાન અને જહાજ ભાડાપટ્ટાની પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને ભારત અને યુએઈના સંબંધો વચ્ચે મજબૂત ભાગીદારીનો શ્રેય આપ્યો હતો.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, આઈઆઈએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ફિલિપ ન્યૂસીની અસાધારણ ઉપસ્થિતિનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારતની અધ્યક્ષતામાં જી-20ના કાયમી સભ્યપદ માટે આફ્રિકન યુનિયન ઓફ જી-20ના સમાવેશ માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ન્યૂસીની હાજરીથી ભારત-મોઝામ્બિકની સાથે-સાથે ભારત-આફ્રિકા વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બન્યાં છે.

ચેક રિપબ્લિકનાં પ્રધાનમંત્રી શ્રી પેટર ફિયાલાની તેમનાં દેશનાં પ્રધાનમંત્રી તરીકેની ભારતની પ્રથમ મુલાકાત પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ચેક રિપબ્લિકનાં ભારત અને વાઇબ્રન્ટ ગુજરાત સાથેનાં જૂનાં સંબંધોને સૂચવે છે. પીએમ મોદીએ ઓટોમોબાઇલ, ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સહયોગનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ નોબેલ પારિતોષિક વિજેતા અને તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ શ્રી જોસ રામોસ-હોર્ટાને પણ આવકાર્યા હતા અને તેમના દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતના તેમના ઉપયોગ પર પ્રકાશ પાડ્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 20મી વર્ષગાંઠનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સમિટ નવા વિચારો પ્રદર્શિત કરે છે તથા રોકાણ અને વળતર માટે નવા પ્રવેશદ્વારોનું સર્જન કરે છે. આ વર્ષની 'ભવિષ્ય માટે પ્રવેશદ્વાર'ની થીમ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સહિયારા પ્રયાસોથી 21મી સદીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ભારતના જી20ના અધ્યક્ષસ્થાનેથી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભવિષ્ય માટેનો રોડ મેપ પ્રસ્તુત કરવામાં આવ્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વિઝન દ્વારા તેને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તેમણે 'એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય'ના સિદ્ધાંતો સાથે I2U2 અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓ સાથે ભાગીદારીને મજબૂત કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે હવે વૈશ્વિક કલ્યાણ માટે પૂર્વશરત બની ગઈ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત ઝડપથી બદલાતી દુનિયામાં 'વિશ્વ મિત્ર'ની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આજે ભારતે વિશ્વને સમાન સામૂહિક લક્ષ્યાંકો હાંસલ કરવામાં વિશ્વાસ આપ્યો છે. વૈશ્વિક કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, પ્રયાસો અને કઠોર પરિશ્રમ જ વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહી છે. વિશ્વ ભારતને સ્થિરતાના એક મહત્વપૂર્ણ સ્તંભના રૂપમાં જુએ છે. એક એવો મિત્ર કે જેના પર ભરોસો મૂકી શકાય, એક ભાગીદાર જે લોકો-કેન્દ્રિત વિકાસમાં વિશ્વાસ રાખે છે, એક અવાજ જે વૈશ્વિક સારામાં વિશ્વાસ રાખે છે, વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિનું એન્જિન, ઉકેલો શોધવા માટે ટેકનોલોજીનું કેન્દ્ર, પ્રતિભાશાળી યુવાનોનું પાવરહાઉસ અને લોકશાહી જે પહોંચાડે છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતનાં 1.4 અબજ નાગરિકોની પ્રાથમિકતા અને આકાંક્ષાઓ તથા માનવ-કેન્દ્રિત વિકાસમાં તેમની માન્યતા તથા સર્વસમાવેશકતા અને સમાનતા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા વિશ્વની સમૃદ્ધિ અને વિકાસનું મુખ્ય પાસું છે." આજે પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, ત્યારે 10 વર્ષ અગાઉ તે 11માં સ્થાને હતું. તેમણે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે, આગામી થોડાં વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે, જેની આગાહી દુનિયાની વિવિધ રેટિંગ એજન્સીઓએ કરી છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "નિષ્ણાતો આનું વિશ્લેષણ કરી શકે છે, પરંતુ હું ખાતરી આપું છું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત એવા સમયે વિશ્વ માટે આશાનું કિરણ બની ગયું છે, જ્યારે વિશ્વમાં અનેક ભૂ-રાજકીય અસ્થાયીપણું જોવા મળ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભારતની પ્રાથમિકતાઓ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ સ્થાયી ઉદ્યોગો, ઉત્પાદન અને માળખાગત સુવિધા, નવા યુગનાં કૌશલ્યો, ભવિષ્યની ટેકનોલોજી, એઆઇ અને નવીનતા, ગ્રીન હાઇડ્રોજન, પુનઃપ્રાપ્ય ઊર્જા અને સેમિકન્ડક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ દરેકને ગુજરાતમાં ટ્રેડ શોની મુલાકાત લેવા, ખાસ કરીને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ગઈકાલે મહામહિમ ન્યુસી અને મહામહિમ રામોસ હોર્ટા સાથે આ ટ્રેડ શોમાં સમય વિતાવવા અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ટ્રેડ શોમાં ઇ-મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, બ્લૂ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક કક્ષાની અત્યાધુનિક ટેકનોલોજી સાથે નિર્મિત ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ તમામ ક્ષેત્રોમાં રોકાણ માટે સતત નવી તકો ઊભી કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા અને ગતિના આધાર તરીકે માળખાગત સુધારાઓ પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા પર વિસ્તૃત વર્ણન કર્યું હતું, કારણ કે આ સુધારાઓએ અર્થતંત્રની ક્ષમતા, સામર્થ્ય અને સ્પર્ધાત્મકતામાં વધારો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પુનઃમૂડીકરણ અને આઇબીસીને કારણે મજબૂત બેંકિંગ વ્યવસ્થા ઊભી થઈ છે, આશરે 40,000 અનુપાલનને નાબૂદ કરવાથી વ્યવસાયમાં સરળતા ઊભી થઈ છે, જીએસટીએ કરવેરાની ભુલભુલામણી દૂર કરી છે, વૈશ્વિક પુરવઠા શ્રુંખલાના વૈવિધ્યકરણ માટે વધુ સારું વાતાવરણ ઊભું કર્યું છે, તાજેતરમાં યુએઈ સાથેના એક એફટીએ પર હસ્તાક્ષર કર્યા છે. ઓટોમેટિક એફડીઆઈ માટે ઘણા ક્ષેત્રો ખોલવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રેકોર્ડ રોકાણ અને કેપેક્સમાં 5 ગણો વધારો. તેમણે ગ્રીન અને વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોતોમાં અભૂતપૂર્વ પ્રગતિ, પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતામાં 3 ગણો વધારો, સૌર ઊર્જાની ક્ષમતામાં 20 ગણો વધારો, વાજબી ડેટાની કિંમતને પગલે ડિજિટલ સર્વસમાવેશકતા, દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર, 5G, 1.15 લાખ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ સાથે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નિકાસમાં એકંદરે રેકોર્ડ વધારાને પણ સ્પર્શ્યો.

પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો કે ભારતમાં થઈ રહેલા પરિવર્તનોથી જીવન જીવવાની સરળતામાં સુધારો થઈ રહ્યો છે અને તેમને સશક્ત બનાવી રહ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં 5 વર્ષમાં 13.5 કરોડથી વધારે લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે, જ્યારે મધ્યમ વર્ગની સરેરાશ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે મહિલા કર્મચારીઓની ભાગીદારીમાં રેકોર્ડ વધારા પર પણ વાત કરી જે ભારતના ભવિષ્ય માટે એક મહાન સંકેત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ જુસ્સા સાથે હું આપ સૌને ભારતની રોકાણ યાત્રામાં સામેલ થવા અપીલ કરું છું."

લોજિસ્ટિક્સ અને પરિવહનની પૂર્વ તરફ આધુનિક નીતિગત સુધારાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ એક દાયકાની અંદર એરપોર્ટની સંખ્યામાં 74થી 149માં થયેલા વધારા, ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગના નેટવર્કને બમણું કરવા, મેટ્રો નેટવર્કને ત્રણ ગણું કરવા, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, રાષ્ટ્રીય જળમાર્ગો, બંદરના ટર્નએરાઉન્ડ ટાઇમમાં વધારો અને જી-20 દરમિયાન જાહેર કરાયેલા ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "આ તમારા બધા માટે રોકાણની મોટી તકો છે."

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનાં દરેક ખૂણામાં રોકાણકારો માટે નવી સંભાવનાઓ રહેલી છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આ માટે પ્રવેશદ્વાર સમાન છે, ભવિષ્યનું પ્રવેશદ્વાર છે. "તમે માત્ર ભારતમાં જ રોકાણ નથી કરી રહ્યા, પરંતુ યુવા સર્જકો અને ઉપભોક્તાઓની નવી પેઢીને પણ આકાર આપી રહ્યા છો. ભારતની મહત્વાકાંક્ષી યુવા પેઢી સાથેની તમારી ભાગીદારી પરિણામ લાવી શકે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય."

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક, H.R.H શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, શ્રીમાન ફિલિપ ન્યુસી, તિમોર લેસ્ટેના પ્રમુખ, શ્રી જોસ રામોસ-હોર્ટા, ચેક રિપબ્લિકના વડા પ્રધાન શ્રી પેટ્ર ફિઆલા, નાયબ આ પ્રસંગે વિયેતનામના વડાપ્રધાન શ્રી ટ્રાન લુ ક્વોંગ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પાશ્વ ભાગ

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદૃષ્ટા નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સર્વસમાવેશક વૃદ્ધિ અને સ્થાયી વિકાસ માટે વ્યાવસાયિક જોડાણ, જ્ઞાન વહેંચણી અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચોમાંના એક તરીકે વિકસી છે. ગુજરાતનાં ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ "વાઇબ્રન્ટ ગુજરાતનાં 20 વર્ષને સફળતાનાં શિખર સંમેલન તરીકે ઉજવે છે, જેની થીમ 'ગેટવે ટૂ ધ ફ્યુચર' છે.

આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.

સમિટમાં ઇન્ડસ્ટ્રી 4.0, ટેકનોલોજી અને ઇનોવેશન, સસ્ટેઇનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યૂએબલ એનર્જી તથા સસ્ટેઇનેબિલિટી તરફ ટ્રાન્ઝિશન જેવા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

 

 

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1994795) Visitor Counter : 211