પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને નમો એપ પર વિકસિત ભારત એમ્બેસેડર મોડ્યુલમાં પ્રભાવશાળી કાર્યો કરવા માટે 100 દિવસનો પડકાર સ્વીકારવા વિનંતી કરી

Posted On: 07 DEC 2023 4:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નમો એપ પર વિકસિત ભારત એમ્બેસેડર મોડ્યુલમાં પ્રભાવશાળી કાર્યો કરવાના 100 દિવસના પડકારને સ્વીકારવા વિનંતી કરી છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે વિકસિત ભારત એમ્બેસેડર બનવું એ શક્તિઓને સંયોજિત કરવાનો, વિકાસના એજન્ડાને ફેલાવવાનો અને વિકસિત ભારતના આપણા મિશનને પૂર્ણ કરવા માટે આપણી શક્તિઓનો ઉપયોગ કરવાનો એક આદર્શ માર્ગ છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

“140 કરોડ ભારતીયોએ વિશ્વને બતાવ્યું છે કે લોકો દ્વારા સંચાલિત વિકાસ શું છે!

વિક્ષિત ભારત બનવાના સામૂહિક પ્રયાસોમાં આપણામાંના દરેક અભિન્ન યોગદાનકર્તા છે.

https://www.narendramodi.in/ViksitBharatAmbassador

વિકસિત ભારત એમ્બેસેડર બનવું એ આપણી શક્તિઓને જોડવાનો, વિકાસના એજન્ડાને ફેલાવવાનો અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપણા મિશનને પૂર્ણ કરવા માટે આપણી શક્તિઓનો ઉપયોગ કરવાનો એક આદર્શ માર્ગ છે.

ચાલો આપણે નમો એપ પર સાઇન અપ કરીને, અને વિકસિત ભારત એમ્બેસેડર મોડ્યુલમાં સરળ પરંતુ અત્યંત પ્રભાવશાળી કાર્યો કરવાના 100 દિવસના પડકારને સ્વીકારીને આ જન ચળવળમાં જોડાઈએ.

હું જીવનના તમામ ક્ષેત્રોમાંથી કેટલાક સૌથી ઉત્સાહી અને તેજસ્વી દૂતોને વ્યક્તિગત રીતે મળવા માટે ઉત્સુક છું."

CB/GP/JD



(Release ID: 1983634) Visitor Counter : 94