ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
સરકારે આઈટી હાર્ડવેર માટે પીએલઆઈ સ્કીમ – 2.0 હેઠળ 27 ઉત્પાદકોને મંજૂરી આપી
Posted On:
18 NOV 2023 4:33PM by PIB Ahmedabad
મોબાઇલ ફોન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઇ)ની સફળતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળે 17 મે 2023ના રોજ આઇટી હાર્ડવેર માટે પીએલઆઇ સ્કીમ – 2.0ને મંજૂરી આપી હતી. આ યોજનામાં લેપટોપ, ટેબ્લેટ્સ, ઓલ-ઇન-વન પીસી, સર્વર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ઉપકરણોને આવરી લેવામાં આવ્યા છે.
આજે 27 આઈટી હાર્ડવેર ઉત્પાદકોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. એસર, આસુસ, ડેલ, એચપી, લેનોવો વગેરે જેવી જાણીતી બ્રાન્ડના આઇટી હાર્ડવેરનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. આ મંજૂરીના અપેક્ષિત પરિણામો, યોજનાના કાર્યકાળ દરમિયાન નીચે મુજબ છે:
- રોજગાર: કુલ આશરે 02 લાખ
- આશરે 50,000 (પ્રત્યક્ષ) અને આશરે 1.5 લાખ (પરોક્ષ)
- આઈટી હાર્ડવેર ઉત્પાદનનું મૂલ્યઃ 3 લાખ 50 હજાર કરોડ રૂપિયા (42 અબજ અમેરિકન ડોલર)
- કંપનીઓ દ્વારા રોકાણ: 3,000 કરોડ રૂપિયા (360 મિલિયન અમેરિકન ડોલર)
ઉદ્યોગજગતના અગ્રણીઓ અને મીડિયાને સંબોધતા રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે, "મંજૂર થયેલા 27માંથી 23 અરજદારો શૂન્ય દિવસે ઉત્પાદન શરૂ કરવા તૈયાર છે."
CB/GP/JD
(Release ID: 1977857)
Visitor Counter : 175