પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં સુવર્ણ જીતવા બદલ તુલાસીમથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા

Posted On: 27 OCT 2023 7:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5 ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ તુલાસીમાથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ તુલાસિમાથી મુરુગેસનને અભિનંદન. તેણીની સફળતા દરેક ભારતીયને ગર્વ આપે છે અને આવનારા એથ્લેટ્સને પ્રોત્સાહિત કરશે."

CB/GP/JD



(Release ID: 1972193) Visitor Counter : 110