પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
પ્રધાનમંત્રીએ ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી
પ્રધાનમંત્રીએ ઇઝરાયલ-પેલેસ્ટાઇનનાં મુદ્દે ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો
રાષ્ટ્રપતિ અબ્બાસે ભારતનાં સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને ભારતની સ્થિતિની પ્રશંસા કરી હતી
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પેલેસ્ટાઇનનાં લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે
Posted On:
19 OCT 2023 8:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોન પર વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
ભારત અને આ વિસ્તાર વચ્ચે પરંપરાગત રીતે ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે ઇઝરાયલ-પેલેસ્ટાઇનનાં મુદ્દે ભારતની લાંબા ગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો.
રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે પરિસ્થિતિ અંગેના તેમના મૂલ્યાંકનને શેર કર્યું હતું. તેમણે ભારતનાં સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને ભારતની સ્થિતિની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પેલેસ્ટાઇનનાં લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
CB/GP/JD
(Release ID: 1969228)
Visitor Counter : 181
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam